થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ

Photo of author

By SOHAM 24 NEWS

થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ

  • થાનગઢમાં મરચાની ભૂકીનો ઉપયોગ કરીને રૂપિયા 50 લાખની લૂંટ.
  • ત્રણ ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા
થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ
થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ

થાનગઢમાં મરચાની ભૂકીનો ઉપયોગ કરીને રૂપિયા 50 લાખની લૂંટ. ત્રણ ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા થાનગઢ વિસ્તારમાં મરચાની ભૂકીનો ઉપયોગ કરીને અંદાજે રૂપિયા 50 લાખની લૂંટ ચલાવતા દોડધામ મચી જવા પામી છે.

જેમાં આંગળીયા પેઢી ચલાવતા જૈન વેપારી પોતાની ઓફિસે જવા નીકળ્યા હતા ત્યારે અન્ય ત્રણ જેટલા ઈસમો અચાનક મોટરસાયકલ પર ધસી આવ્યા હતા અને વેપારી હજુ કંઈ સમજે તે પહેલાં મરચાની ભૂકીનો ઉપયોગ કરીને રૂપિયા ભરેલી બેગ આચકી લઇ રફુચક્કર થઈ ગયા હતા.

બેકાબુ કોરોના સંક્રમણને અટકાવવા સરકારે શું લીધા નિર્ણય?

આમ મોટી લૂંટના બનાવના પગલે પોલીસે નાકાબંધી કરીને તેમજ સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે લૂંટ કરનાર ઇસમોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જોરાવનગર સ્કૂલ પાસેથી ઝડપાયેલી ઇસમ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…