વઢવાણની છાત્રાએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો
- વઢવાણ ગણપતિ ફાટસર, કંકુ પાર્ક પાછળ આવેલા વિસ્તારમાં મુકેશભાઇ કાળીદાસ પંડ્યા રહે છે
- ટ્રકમાં ડ્રાઇવીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
- રવિવારે સરકારી મહિલા હોસ્ટેલમાં પલ્લવી પંડ્યાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
વઢવાણ ગણપતિ ફાટસર, કંકુ પાર્ક પાછળ આવેલા વિસ્તારમાં મુકેશભાઇ કાળીદાસ પંડ્યા રહે છે અને ટ્રકમાં ડ્રાઇવીંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની પુષ્પાબેન તેમજ દીકરો રવિન્દ્ર અને ઉર્મિલા, પલ્લવી અને નેહા નામની દીકરીઓ છે.
વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી
18 વરસની પલ્લવી પંડ્યા અમદાવાદ એલીસબ્રીજમાં આવેલ એસ.એલ.યુ. કોલેજમાં અભ્યાસ કરતી અને સરકારી મહિલા હોસ્ટેલમાં રહેતી હતી. રવિવારે સરકારી મહિલા હોસ્ટેલમાં પલ્લવી પંડ્યાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.