વઢવાણ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન માસ્ક નહીં પહેરવા બદલ જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધી
- સુરેન્દ્રનગર રેલવે પોલીસએ માસ્ક ન પહેરવા બદલ જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધી.
- લીંમડી રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ જારી હતું.
સુરેન્દ્રનગર રેલવે પોલીસએ માસ્ક ન પહેરવા બદલ જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધી. સુરેન્દ્રનગરમાં વધતુ જતુ કોરોનાનું સંક્રમણ રોકોના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં જાહેરનામું બહાર પાડવામાં આવી છે. ત્યારે લીંમડી રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ જારી હતું.
તે દરમિયાન મોહ ઉપર માસ્ક ન પહેરીને તેમજ ચહેરાને ન ઢાંકીને પોતાની તથા અન્યની જિંદગી જોખમાય તેવું કૃત્ય કરી જાહેરનામાનો ભંગ કર્યાની સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે ઇસમ સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ કર્મચારી વિક્રમભાઈ સિંધવે લીંમડી જુના તાલુકા પંચાયત જીનપરા પાસે રહેતા રઘુભાઈ રણછોડભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વલ્લભભાઈ ધરજીયા ચલાવી રહ્યા છે.