દેદાદરાની સીમમાં પ્રેમી પંખીડાનો આપધાત
- ઘેરથી શૌચક્રિયાએ જવાનું કહીને પાંચ વરસમના દીકરાને ઘરે મુકીને નીકળી ગઈ હતી.
- વઢવાણના દેદાદરા રોડ ઉપર ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલ.
લખતર ખાતે રહેતા પરભુભાઇ ગોરધનભાઈ દેવીપૂજકે તા.3 માર્ચના રોજ લખતર પોલીસમાં પોતાની પત્ની મીરાબેન પ્રભુભાઇ ઘેરથી શૌચક્રિયાએ જવાનું કહીને પાંચ વરસમના દીકરાને ઘરે મુકીને નીકળી ગઈ હતી. આ બનાવની ફરિયાદ લખતર પોલીસ સ્ટેશનમાં પરભુભાઇ દેવીપૂજકે નોંધાવેલ હતી.
સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્વચ્છતા જાળવવા માટે ચીફ ઓફિસર દ્વારા 200 થી 500 નો દંડ ફટકારવામાં આવશે
ત્યારે અરજી આપ્યાના દોઢેક મહિના બાદ પરિણીતા અને તેના પ્રેમી રમેશભાઈ તુલસીદાસ બરોલિયાની લાશ વઢવાણના દેદાદરા રોડ ઉપર ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલ. આ બનાવની જાણ વઢવાણ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો એવા સવાલો ઊઠ્યા હતા. લાશને રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી આપેલ. વધુ તપાસ વઢવાણ પોલીસ કરી રહી છે.
સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના સ્મશાન પાસે રાત્રી કરફ્યુ ભંગ બદલ ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ