સુરેન્દ્રનગર વઢવાણ ઝાલાવાડનાં ઉદ્યોગકારોએ ઓક્સિજન બોટલ માટે મહત્વનાં એવા વાલ્વનું ઉત્પાદન શરૂ કર્યું
- ઝાલાવાડનાં ઉદ્યોગકારોએ ઓક્સિજન વાલ્વનું ઉત્પાદન શરૂ કર્યું.
- દર્દીઓની સંખ્યામાં વધારો થવા સાથે ઓક્સિજનની માંગમાં સતત વધારો થવા પામ્યો છે.
- વાલ્વ બનાવમાં તેઓને સફળતા પ્રાપ્ત થઈ છે.
ઝાલાવાડનાં ઉદ્યોગકારોએ ઓક્સિજન વાલ્વનું ઉત્પાદન શરૂ કર્યું. સુરેન્દ્રનગરમાં કોરોનાની મહામારીએ માજા મુક્તા દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે દર્દીઓની સંખ્યામાં વધારો થવા સાથે ઓક્સિજનની માંગમાં સતત વધારો થવા પામ્યો છે.
ત્યારે ઓક્સિજન સિલેન્ડર માટે મહત્વનો માનાતો વાલ્વ એવો ઝાલાવાડ ઉદ્યોગકારોએ બનાવા માટે પહેલ કરી હતી તેને ભાગરૂપે આજે એ વાલ્વ બનાવમાં તેઓને સફળતા પ્રાપ્ત થઈ છે.
વઢવાણ સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી કોવિડ-19 હોસ્પિટલમાં ખાનગી વાહન ચાલકોનો ઘસારો જોવા મળ્યો
આ બાબતે મિથૂલભાઇ પટેલ, કાર્તિકભાઈ પટેલ, ચૈતન્યભાઇ વારિયા, સુમિતભાઇ પટેલ, કીશોરસિંહ ઝાલા તેમજ વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન ઝાલાવાડ ચેમ્બર્સ અને ઝાલાવાડ ફેડરેશનનાં સંયુક્ત ઉપક્રમે ઓક્સિજન ફ્લો રેગ્યુલેટર વાલ્વ ઝડપથી ઉપલબ્ધ બને તે માટે ઉત્પાદન ચાલુ કરવામાં આવ્યું છે.