વઢવાણ સુરેન્દ્રનગર તાલુકામાં સ્થળાંતરિત લોકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરાઇ, ભાજપના કાર્યકરો હમદર્દ બન્યા
- સ્થળાંતર થયેલ લોકોને ભોજન સાથે સારસંભાળ રાખવાની કામગીરી કાર્યકરોએ કરી.
- હમદર્દી દર્શાવતા લોકોએ આ કાર્યને બિરદાવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડાના પગલે સ્થળાંતર થયેલ લોકોને ભોજન સાથે સારસંભાળ રાખવાની કામગીરી કાર્યકરોએ કરી.
સુરેન્દ્રનગરમાં તાઉતે નામના વાવાઝોડાના કારણે જુદા-જુદા તાલુકાઓમાંથી સ્થળાંતર કરાયેલો લોકો માટે ભોજન પૂરું પાડવા સાથે રહેવાની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, ચુડા, લીંમડી, ચોટીલા, થાન તાલુકામાંથી અંદાજે 3100 લોકો માટે રહેવા-જમવાની સંપૂર્ણ વ્યવસ્થા સ્થાનિક નગરપાલિકાના સહયોગથી કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્વચ્છતા જાળવવા માટે ચીફ ઓફિસર દ્વારા 200 થી 500 નો દંડ ફટકારવામાં આવશે
આમ આપત્તિના સમયમાં ભાજપ કાર્યકરો અને સંસ્થાઓએ આગળ આવીને હમદર્દી દર્શાવતા લોકોએ આ કાર્યને બિરદાવ્યું હતું.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નગરા ગામેથી જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા