વઢવાણ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં વાલીઓએ ‘નો સ્કૂલ, નો ફી’ મામલે સુત્રોચ્ચાર પોકારી વિરોધ કરાયો
- સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં વાલીઓએ નો સ્કૂલ, નો ફી મામલે સુત્રોચ્ચાર પોકાર્યા કાર્યક્રમ આપ્યો.
- એલસી કઠાવામાં માટે પણ મજબૂર
- શૈક્ષણિક વર્ષ 2021-22માં હજી સુધી સરકારએ કોઈ ઠરાવ બહાર પડ્યો નથી.
સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં વાલીઓએ નો સ્કૂલ, નો ફી મામલે સુત્રોચ્ચાર પોકાર્યા કાર્યક્રમ આપ્યો. સુરેન્દ્રનગરમાં કેટલીક ખાનગી સ્કૂલો દ્વારા શાળામાં સત્રફી મામલે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે કોરોનાની મંદીના માહોલ વચ્ચે પણ વાલીઓ સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં અધિક કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.
તેમજ વાલીઓએ સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં એકઠા થઇને નો સ્કૂલ, નો ફી મામલે સૂત્રોચાર પોકારી તેમજ બેનર દર્શાવીને વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે ઝડપથી નિરાકરણ લાવવા વાલીઓએ મીડિયા સમક્ષ રજૂઆત પણ કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલને ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બે ઓક્સિજન મશીનો અર્પણ કરાયા
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા વાલી મંડળ દ્વારા સ્કૂલ ફી માફી માટે અત્રે સહુ એકત્રિત થયા છીએ સ્કૂલ ફી બાબતે છેલ્લે ઓકટોમ્બર 2020માં ઠરાવ બહાર પડ્યો ત્યાર પછી કોઈ નવી સૂચના શિક્ષણ વિભાગ દ્વારા કે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ નથી તેમ છતાં પણ સુરેન્દ્રનગરની સ્વનિર્ભર શાળાઓ વાલી ઉપર ફી ભરવા માટેનું દબાણ કરી રહી છે.
ગમે તેમ કરીને ફી ભરવા માટે વાલીઓને પ્રેસર આપવામાં આવી રહ્યું છે. વાલીઓને વ્યક્તિગત રીતે વોટ્સએપમાં મેસેજ મોકલીને પોતાના બાળકનું એલસી કઠાવામાં માટે પણ મજબૂર કરવાની કોશિશ કરી રહ્યા છીએ હવે આ વર્ષે શૈક્ષણિક વર્ષ 2021-22માં હજી સુધી સરકારએ કોઈ ઠરાવ બહાર પડ્યો નથી.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી