પાટડીનું શંકરપરામાં ગંદા પાણી ભરાતા હાલાકી
- લોકોને ચામડીનો રોગ થવાનો ભય
- ગટરના પાણી પણ પાણીમાં ભળી ગયા
- ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે ચામડી સહિતના રોગ થવાની ભીતિ
પાટડી શહેરના વોર્ડ નં. 6 ના શંકપરા વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ થયા બાદ ભરાયેલા પાણીમાં ગટરના પાણી ભળતા લોકોને ચામડીનો રોગ થવાનો ભય દેખાતા તાત્કાલિક પાણીના નિકાલનો ઉકેલ લાવવાની માંગ ઊઠી છે.
જો સફળતા માટે નસીબ જરૂરી હોય… તો નસીબ માટે શું જરૂરી હોય?
પાટડીના શંકરપરા વિસ્તારમાં વાવાઝોડામાં વરસાદ થતા વરસાદી પાણી અનેક જગ્યાએ ભરાયા હતા અને ગટર પણ ભરાઈ જવાના કારણે ગટરના પાણી પણ પાણીમાં ભળી ગયા છે. જેના કારણે હાલ આ વિસ્તારના રહીશોને ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે ચામડી સહિતના રોગ થવાની ભીતિ હોવાથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ ઊઠી છે.
સુરેન્દ્રનગર વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલ બાઇક ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ