૨૬ ગુજરાત બટાલિયન એનસીસી- સુરેન્દ્રનગર દ્વારા કારકિર્દી પરામર્શ સત્ર યોજાયું

Photo of author

By SOHAM 24 NEWS

૨૬ ગુજરાત બટાલિયન એનસીસી- સુરેન્દ્રનગર દ્વારા કારકિર્દી પરામર્શ સત્ર યોજાયું

  • એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રથમ વર્ષના એનસીસી કેડેટ્સ માટે તાજેતરમાં ૨૬ ગુજરાત બટાલિયન એનસીસી
  • કારકિર્દી પરામર્શ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જીવનમાંથી પ્રેરણા મેળવી પ્રત્યેક કેડેટ્સએ પોતાની કારકિર્દીનું ઘડતર કરવું જોઈએ.
  • ઝાલાવાડે દેશ અને દુનિયાને અનેક મહાનુભાવો આપ્યા છે
૨૬ ગુજરાત બટાલિયન એનસીસી- સુરેન્દ્રનગર દ્વારા કારકિર્દી પરામર્શ સત્ર યોજાયું
૨૬ ગુજરાત બટાલિયન એનસીસી- સુરેન્દ્રનગર દ્વારા કારકિર્દી પરામર્શ સત્ર યોજાયું

એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રથમ વર્ષના એનસીસી કેડેટ્સ માટે તાજેતરમાં ૨૬ ગુજરાત બટાલિયન એનસીસી- સુરેન્દ્રનગર દ્વારા કારકિર્દી પરામર્શ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બટાલિયનના ભૂતપૂર્વ કેડેટ અને સાંસદશ્રી મહેન્દ્ર મુંજપુરા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા સાંસદશ્રીએ કેડેટના રૂપમાં પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ઝાલાવાડે દેશ અને દુનિયાને અનેક મહાનુભાવો આપ્યા છે, આવા મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા મેળવી પ્રત્યેક કેડેટ્સએ પોતાની કારકિર્દીનું ઘડતર કરવું જોઈએ.

૨૬ ગુજરાત બટાલિયન એનસીસી- સુરેન્દ્રનગર દ્વારા કારકિર્દી પરામર્શ સત્ર યોજાયું
૨૬ ગુજરાત બટાલિયન એનસીસી- સુરેન્દ્રનગર દ્વારા કારકિર્દી પરામર્શ સત્ર યોજાયું

આજના યુગમાં સોશ્યલ મીડિયાનું પ્રભૂત્વ વધી રહયું છે તેમ જણાવી સાંસદશ્રીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સોશ્યલ મિડીયાનો હકારાત્મક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં CADD ના શ્રી વૈભવ ચોકસીએ પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું હતુ.

પ્રસંગે ૨૬ ગુજરાત બટાલિયન એનસીસી- સુરેન્દ્રનગરના CO શ્રી કે. શેખર, ભૂતપૂર્વ કેડેટસશ્રી સુધીર સર અને શ્રી અનિલ મકવાણા સહિતના મહાનુભાવો તેમજ એનસીસી કેડેટ્સ ઉપસ્થિત રહયાં હતા.

૨૬ ગુજરાત બટાલિયન એનસીસી- સુરેન્દ્રનગર દ્વારા કારકિર્દી પરામર્શ સત્ર યોજાયું
૨૬ ગુજરાત બટાલિયન એનસીસી- સુરેન્દ્રનગર દ્વારા કારકિર્દી પરામર્શ સત્ર યોજાયું

વધુ સમાચાર માટે…