જન્માષ્ટમીના પર્વની શોભાયાત્રાનું આયોજન : સુરેન્દ્રનગરમાં 37 વર્ષથી ચાલી આવતી પરંપરા યથાવત રહેશે
સુરેન્દ્રનગરમાં 37 વર્ષથી ચાલી આવતી પરંપરા યથાવત રહેશે
- સુરેન્દ્રનગરમાં છેલ્લા 37 વર્ષથી ઉજવવામાં આવતો જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે ઉજવાશે.
- વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય જન્માષ્ટમીના પર્વની શોભાયાત્રાનું આયોજન
સુરેન્દ્રનગરમાં છેલ્લા 37 વર્ષથી ઉજવવામાં આવતો જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે ઉજવાશે. જન્માષ્ટમીના પર્વની ઉજવણીને લઈ સુરેન્દ્રનગરમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જન્માષ્ટમીના પર્વ પર શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
VHP અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન :-
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય જન્માષ્ટમીના પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
કોરોનાના કારણે બે વર્ષથી સાદગીથી તહેવારો ઉજવાયો હતો :-
કોરોનાના કપરા સમયમાં બે વર્ષ સાદાઇથી જન્માષ્ટમીના પર્વની ઉજવણી શહેરી વિસ્તારમાં શહેરીજનો કરી રહ્યા હતા. ત્યારે હવે પરિસ્થિતિ નિયમિતપણે થતા ચાલુ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભા યાત્રા અને ખાસ અખાડાનું આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા 37 વર્ષની પરંપરા પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં યથાવત રહેશે :-
સુરેન્દ્રનગર શહેરની હવેલી મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યા બાદ સુરેન્દ્રનગરના જોરાવનગર, વઢવાણ અને રતનપર સહિતના વિસ્તારોમાં આ શોભાયાત્રા કાઢવામાં આવશે. અને લોકો દર્શન પણ કરશે અને અખાડાના કરતબો પણ લોકો માણશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, 19 ઓગસ્ટના રોજ ભવ્ય શોભાયાત્રા અને અખાડાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરીજનો પણ આ શોભાયાત્રામાં જોડાય તેવું આહવાન કરવામાં આવ્યું છે. છેલ્લા 37 વર્ષની પરંપરા પણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં યથાવત રહેશે. અને ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે.
જન્માષ્ટમી લોકમેળાનું આયોજન : કોરોનાના 2 વર્ષ બાદ આજથી સુરેન્દ્રનગર, વઢવાણના ભાતીગળ મેળાનો આરંભ