Stock Market : શ્રાવણના છેલ્લા સોમવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું

Photo of author

By rohitbhai parmar

Stock Market : શ્રાવણના છેલ્લા સોમવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું

Stock Market : શ્રાવણના છેલ્લા સોમવારે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું

વૈશ્વિક બજારોમાં નબળાઈ પછી ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે (22 ઓગસ્ટ, 2022) સુસ્તીના સંકેતો જોવા મળી રહ્યા છે

Stock market : A big crash in the stock market on the last Monday of Shravan, a gap of 400 points in Sensex

  • સોમવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો
  • સેન્સેક્સ 419.69 પોઈન્ટ ઘટીને 59,226.46 પર
  • નિફ્ટી 140.6 પોઈન્ટ ઘટીને 17,617.85 પર

સોમવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમ્યાન સેન્સેક્સ હાલમાં લગભગ 419.69 પોઇન્ટ લપસીને 59,226.46 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 140.6 પોઈન્ટ ઘટીને 17,617.85ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

વૈશ્વિક બજારોમાં નબળાઈ પછી ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે (22 ઓગસ્ટ, 2022) સુસ્તીના સંકેતો જોવા મળી રહ્યા છે. વ્યાજદર વધવાની આશંકાથી શુક્રવારે યુએસ બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નાસ્ડેક ડાઉ જોન્સ 300ના અંતે 260 પોઈન્ટ નીચે આવી ગયો હતો.

Stock market : A big crash in the stock market on the last Monday of Shravan, a gap of 400 points in Sensex
https://twitter.com/PTI_News/status/1561564692178698240?cxt=HHwWgIDUsYy05asrAAAA

મહત્વનું છે કે, મોટી તેજી બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ગ્રોથ સેક્ટરના શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું. આ સાથે બજારોમાં SGX નિફ્ટી 75 અંક ઘટીને 17669ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. યુરોપિયન બજારોમાં પણ મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ ભારતીય બજારમાં રૂ. 1,633 કરોડનું રોકડ વેચાણ કર્યું હતું.

લખતરના કડુ પાસે અકસ્માત : યુવકને તાવ આવતો હોવાથી બે મિત્રો હોસ્પિટલ લઇ જવા નીકળ્યા, બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ત્રણેયના મોત

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link