લખતરના નાના અંકેવાળીયા ગામે ખેતરમાં
ઢોરના ચલાવવાનું કહેતા શખ્સ પર હુમલો
- ખેતરમાં ઢોરના ચલાવવાનું કહેતા શખ્સ પર હુમલો
- લાકડી વડે હુમલો કરી હાથે પગે ઈજાઓ પહોંચાડી હતી
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામની સીમમાં નાના અંકેવાળીયા ગામના દિલીપભાઈ પટેલના ખેતરમાં ચણાનું વાવેતર કર્યું હોવાથી ધાંગધ્રા તાલુકાના સરવાલ ગામનો દશરથ કાનજીભાઈ રબારી એ પોતાના માલ ઢોરને દિલીપભાઈ ના ખેતરમાં ચરાવી રહ્યો હતો આથી દિલીપભાઈ પટેલે દશરથ રબારી ને ઠપકો આપી ઢોર ખેતરમાં ન ચરાવવા કહેતા દશરથ રબારી ઉશ્કેરાઈ જઈને લાકડી વડે દિલીપભાઈ પટેલ પર હુમલો કરી દિલીપભાઈ ને હાથે પગે ઈજાઓ પહોંચાડી હતી આથી દિલીપભાઈ પટેલે લખતર પોલીસ મથકે ધાંગધ્રા તાલુકાના સરવાળ ગામના દશરથ કાનજીભાઈ રબારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવની વધુ લખતર પોલીસ ચલાવી રહી છે
-A.P : રોપોર્ટ