Firing at East Sarpanch – સાયલાના ડોળિયા નજીક ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ પર ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ પાસે ફાયરિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી.
સાયલાના ડોળિયા નજીક ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ પર ફાયરિંગ
- સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ પર ફાયરિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ પાસે ફાયરિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે જૂના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું મનાઇ રહ્યું છે.
સુરેન્દ્રનગર એસ.પી., એલસીબી અને સાયલા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં ફાયરિંગ થયાનું અનુમાન છે. સાયલા એપીએમસીમાંથી વન્ય પ્રાણી કાર્યક્રમ બતાવી પોતાના ઘર ધાંધલપુર તરફ જતાં ડોળિયા પાસે આ બનાવ બન્યો હતો. હાલ ધાંધલપુર ગામે રણછોડભાઈના પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે.
વસ્તડી ભવાનીધામ ખાતે સમસ્ત રાજપૂત સમાજના 25 હજારથી વધુ પ્રતિનિધિઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું.
હાલ જૂના ઝઘડાનું કારણ સામે આવી રહ્યું છે. હાલ સમગ્ર ઘટનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સીસીટીવી કેમેરા ચેક સહિતની કામગીરી કરી રહી છે. ફરિયાદી રણછોડભાઈ રબારી દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ કરાઇ રહી છે. ફાયરિંગમાં કારને સાઇડની થાંભલી પર નુકસાન થયું છે. જેથી પોલીસ કારને એફએસએલમાં મોકલી આપશે.
હાલાકી: સુરેન્દ્રનગરના હેન્ડલુમ રોડ પર પાણીની લાઇન લીકેજ થતાં પાણીની રેલમછેલ