વઢવાણ સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ
- સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ.

સુરેન્દ્રનગર કેરી બજારમાં બિનજરૂરી રીતે કપડાની દુકાન ચાલુ રાખતા જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ કેરી બજારમાં જાહેર રોડ પર કપડાની દુકાન બિનજરૂરી રીતે ખુલ્લી રાખતા પોલીસે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી છે.
વઢવાણ સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ ઉપર આઈપીએલ મેચ ઉપર ક્રિકેટનો જુગાર રમતા ઝડપાયો
આ બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ કોઈ વ્યાજબી કારણ વગર તેમજ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર રાધે ડ્રેસીસ નામની કપડાની દુકાન બિનજરૂરી રીતે ખુલ્લી રાખવા બદલ ચિરાગભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસ કર્મચારી સવજીભાઈ દાફડાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારગી ચલાવી રહ્યા છે.