Site icon સોહમ 24 ન્યુઝ

લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન સંદર્ભે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન સંદર્ભે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન સંદર્ભે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

Google News Follow Us Link

ગુજરાતના યજમાનપદે તા.29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન 36મી નેશનલ ગેમ્સ યોજાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા આશય સાથે આજથી 16 સપ્ટેમ્બર સુધી નેશનલ ગેમ્સ અવરનેસ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો અવરનેસ કેમ્પેઇન કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ખેલ મહાકુંભથી ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે માળખાકીય સુવિધાઓમાં વધારો થયો છે જેના ફળસ્વરૂપે આજે  ગુજરાત નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં સજ્જ છે.

36મી નેશનલ ગેમ્સ

પહેલા કોઈપણ રાજ્યને નેશનલ ગેમ્સનાં આયોજન માટે ત્રણ થી ચાર વર્ષ આપવા પડતા હતા પરંતુ ગુજરાતે માત્ર ત્રણ માસના ટૂંકા ગાળામાં આ પડકારને ઝીલીને આ અસંભવ કાર્યને શક્ય બનાવ્યું છે. આ આયોજનથી રાજ્યમાં ખેલકૂદ ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓ, રમતગમત પ્રત્યેનાં અભિગમ તેમજ ખેલપ્રતિભાઓ સહિતની બાબતોને ખૂબ મદદ મળશે તે નિશ્ચિત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે 36મી નેશનલ ગેમ્સમાં અલગ અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 7000 જેટલા રમતવીરો ભાગ લઈ રહ્યા છે જેમાંથી 700 રમતવીરો આપણા ગુજરાતના છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. તાજેતરમાં પૂર્ણ થયેલ 11માં ખેલ મહાકુંભમાં 55 લાખથી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી નવો વિક્રમ સર્જ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત 29 કરોડથી વધુના રોકડ ઇનામોનું વિતરણ કરાયું છે.

આ કાર્યક્રમમાં 36મી નેશનલ ગેમ્સના એન્થમ સોંગ અને ફિલ્મનું નિર્દશન કરાયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને

આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા બનેલ રમતવીરો અને કોચનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન તથા ચેકનું વિતરણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી બબુબેન પાંચાણી, લીંબડી નગરપાલિકા પ્રમુખસુશ્રી બેલાબેન,

જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પાર્થ

ચૌહાણ અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા સહિતનાં પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતાં.

Surendranagar: સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરી વિસ્તારમાં મોડી સાંજે વરસાદ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version