ગોલીડા ગામની સીમમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Photo of author

By SOHAM 24 NEWS

ચોટીલા તાલુકાના ગોલીડા ગામની સીમમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વિદેશી દારૂ સહિત રૂપિયા આઠ લાખનો મુદ્દામાલ જપ્ત

  • વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
  • વિદેશી દારૂ સહિત રૂપિયા આઠ લાખનો મુદ્દામાલ જપ્ત
  • ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની બાતમી નાની મોલડી પોલીસને મળી હતી
ચોટીલા તાલુકાના ગોલીડા ગામની સીમમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ચોટીલા તાલુકાના ગોલીડા ગામની સીમમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ચોટીલા તાલુકાના ગામની સીમ ની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો નાની મોલડી પોલીસે ઝડપી પાડી એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ થતું હોવાની રાવ ઉઠી હતી.

ત્યારે ચોટીલા તાલુકાના ગોલીડા ગામની સીમમાં એક્સ એક્સ વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની બાતમી નાની મોલડી પોલીસને મળી હતી.

આથી બાતમીને આધારે પોલીસે ગોલીડા ગામની બગલીયો નામથી ઓળખાતી સીમની વાડીમાં આવેલી ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

જેમાં ઓરડીમાંથી ગેરકાયદેસરનો અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂની 1644 બોટલો કિંમત રૂપિયા 6,16,500 અને વિદેશી દારૂના બીયરના ટીન રૂપિયા 2,40,000 ની કિંમતના 2400 મળી આવ્યા હતા. આથી પોલીસે 8,56,500 નો મુદ્દામાલ કબજે કરી ગોલીડા ગામ ના ભાભલુ હકુભાઇ ખાચરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતું.

આથી નાની મોલડી પોલીસ મથકે ગુનો નોંધી આરોપી ભાભલુ ખાચર ને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ