સુરેન્દ્રનગર ખાતે મહિલા દિવસ નિમિત્તે સરકારી યોજનાઓની માહિતી અપાઇ
- શહેરમાં ઠેરઠેર અનોખી રીતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
- મહિલા ઉત્કર્ષ યોજના તેમજ મહિલાની યોજનાની માહિતી આપવા અંગે કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
સુરેન્દ્રનગર શહેર ખાતે મહિલા દિવસ નિમિત્તે શહેરમાં ઠેરઠેર અનોખી રીતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા ટીમ દ્રારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના તેમજ મહિલાની યોજનાની માહિતી આપવા અંગે કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા નગરપાલિકા વિસ્તારમાં રહેતી મહિલાઓ આત્મનિર્ભર બની શકે અને તેઓના હક મળી શકે તે માટે પાલિકા ટીમના ભાર્ગવભાઈ વાઢેર, ભૌતિકભાઈ વગેરે એ યોજનાની માહિતી આપી હતી. તેમા લાભ લેવા જણાવ્યુ હતુ. આ આયોજનને સફળ બનાવવા વિચરતા સમુદાય સમર્થન મંચ ના હષઁદ કે.વ્યાસે ભારે જહેમત ઉઠાવી હતી.
-A.P : રોપોર્ટ