Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં કોવિડ સામેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ

Mockdrill – સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં કોવિડ સામેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ

Google News Follow Us Link

ગુજરાત સરકાર દ્વારા આજે કોરોના વાઈરસને લઈને રાજ્યભરની હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી પી.એન.મકવાણાની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય અધિકારીશ્રીઓની હાજરીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલમાં જિલ્લા કલેકટરશ્રીએ ઓક્સિજન, સ્ટાફ, બેડની વ્યવસ્થાઓ, દવાઓ વગેરેને ધ્યાને રાખી તમામ કામગીરીઓનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં રાજ્ય સરકારશ્રીની ટેસ્ટ, ટ્રેક અને ટીટ્રમેન્ટ(3T)ની સ્ટ્રેટેજી મુજબ કામગીરી કરવા અધિકારીઓને સૂચનો કર્યા હતાં.

આ મોકડ્રીલમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી.ગોહિલ સહિત આરોગ્યવિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version