Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી

Good Governance Day – સુરેન્દ્રનગર જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી

Google News Follow Us Link

કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તા.25 ડિસેમ્બરના રોજ ‘ગુડ ગવર્નન્સ ડે’ એટલે કે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તા.19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી રાજ્યના દરેક જિલ્લામાં ‘સુશાસન સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આજરોજ રાજ્યકક્ષાએ યોજાયેલા ‘સુશાસન દિવસ’ની ઉજવણીમાં સુરેન્દ્રનગર જિલ્લા સહીતના તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બન્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ગુડ ગવર્નન્સ ડે-સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે ગાંધીનગર ખાતેથી આજે ગુડ ગવર્નન્સના ઇનિશીએટીવના ભાગરૂપે વિવિધ વિભાગોના 12 જેટલા પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું.

આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી પી.એન.મકવાણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી. ગોહિલ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સુરેન્દ્રનગર ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર પી. એન. મકવાણાના અધ્યક્ષસ્થાને ‘સુશાસન સપ્તાહ પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version