Site icon સોહમ 24 ન્યુઝ

ઇન્સ્ટાગ્રામ પર વધુ સમય વિતાવનાર લોકો માટે આવી રહ્યુ છે નવું ફિચર, લોકો બોલ્યા આની તો ક્યારની જરૂર હતી

ઇન્સ્ટાગ્રામ પર વધુ સમય વિતાવનાર લોકો માટે આવી રહ્યુ છે નવું ફિચર, લોકો બોલ્યા આની તો ક્યારની જરૂર હતી

ઇન્સ્ટાગ્રામનું માનવું છે કે આ ફીચરની મદદથી યુઝર્સ તેમના સમયને એ રીતે વિભાજિત કરી શકશે કે તેઓ તેમના મહત્વના કાર્યોને નજર અંદાજ નહીં કરે અને આ સોશિયલ મીડિયા એપ પર વધુ સમય વિતાવશે નહીં.

આજના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ઘણો વધી ગયો છે. સોશિયલ મીડિયાના આ યુગમાં જો લોકપ્રિય એપ્સની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામનું નામ ચોક્કસથી લેવામાં આવશે. વોટ્સએપની જેમ ઇન્સ્ટાગ્રામ પણ તેના યુઝર્સ માટે સમયાંતરે નવા ફીચર્સ જાહેર કરતું રહે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ એ એવા લોકો માટે એક ખાસ ફીચર લોન્ચ કર્યું છે જેઓ ઈન્સ્ટાગ્રામ પર વધુ સમય વિતાવે છે અને આ ફીચરનું નામ છે ‘Take a Break‘. આવો જાણીએ તેના વિશે..

વલસાડના ભિલાડ નજીક બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણ લોકોના મોત

એડમ મોસેરીએ એક ટ્વિટ દ્વારા માહિતી આપી છે કે ઇન્સ્ટાગ્રામે ‘ટેક અ બ્રેક’ નામના ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ ઈન્સ્ટાગ્રામ પર જરૂર કરતાં વધુ સમય વિતાવે છે. આ ફીચરની મદદથી તેઓ પોતાના સમયને યોગ્ય રીતે મેનેજ કરી શકશે. આ ફીચર સાથે, યુઝરને ઇન્સ્ટાગ્રામ તરફથી રિમાઇન્ડર મળશે કે તેણે બ્રેક લેવો જોઈએ.

વરસાદમાં આ 3 રીત અપનાવી તમારો સ્માર્ટફોન વોટરપ્રૂફ બનાવો, ફોનમાં ધૂળ-માટી પણ નહિ જાય, ખર્ચો માત્ર 200 રૂપિયા

જો તમે વિચારી રહ્યા છો કે ઇન્સ્ટાગ્રામનું આ નવું ફીચર કેવી રીતે કામ કરશે, તો અમે તમને જણાવી દઇએ કે આ એક ઓપ્ટ-ઇન કંટ્રોલ ફીચર છે એટલે કે જો તમે ઇચ્છો તો તેને તમારા માટે ઓન કરી શકો છો. આ ફીચરમાં, તમારે એક સમય અંતરાલ સેટ કરવાનો રહેશે, જે પછી તમને એપ તરફથી એટલો સમય સુધી એપનો ઉપયોગ કર્યા પછી રિમાઇન્ડર મળશે કે તમારે બ્રેક લેવો જોઈએ.

ઇન્સ્ટાગ્રામનું આ ‘ટેક અ બ્રેક’ ફીચર, જે હાલમાં ટેસ્ટિંગ તબક્કામાં છે, તે ડિસેમ્બરમાં તમામ યુઝર્સ માટે સંપૂર્ણપણે રોલઆઉટ કરવામાં આવશે. અત્યારે કંપની એક સપ્તાહની અંદર ટોચના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ અને iOS ઉપકરણો માટે આ સુવિધાને રોલ આઉટ કરી રહી છે. ઈન્સ્ટાગ્રામને આશા છે કે આ ફીચરને સારો પ્રતિસાદ મળશે કારણ કે યુઝર્સને આ ફીચરની જરૂર હતી.

ઇન્સ્ટાગ્રામનું માનવું છે કે આ ફીચરની મદદથી યુઝર્સ તેમના સમયને એ રીતે વિભાજિત કરી શકશે કે તેઓ તેમના મહત્વના કાર્યોને નજર અંદાજ નહીં કરે અને આ સોશિયલ મીડિયા એપ પર વધુ સમય વિતાવશે નહીં.

વિકી કૌશલએ બતાવ્યો દેશી ડાન્સવાળો અંદાજ, ભૂમિ અને કિયારાનો ફર્સ્ટ લુક પણ આવ્યો સામે

વધુ સમાચાર માટે…

TV9ગુજરાતી

Exit mobile version