Site icon સોહમ 24 ન્યુઝ

વેપારીની હત્યાના આરોપીઓનું સરઘસ ક્ઢાયું

વેપારીની હત્યાના આરોપીઓનું સરઘસ ક્ઢાયું

વેપારીની હત્યાના આરોપીઓનું સરઘસ ક્ઢાયું

જોરાવનગરમાં રહેતા અને અનાજ-કરિયાણાના વેપારી ભરતભાઇ પરસોત્તમભાઈ ચૌહાણને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ વિડિયો બતાવી રૂ.આઠ લાખ માંગ્યા હતા. એટલા રૂપિયા ન આપી શકતા મહેશ પટેલ, મોહિત ભરવાડ, રાજૂ કોળી અને ઇકબાલ ફકીરે વેપારીને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ મહેશની બીજી પત્ની ઉર્વશી ડાભી સહિત ઉપરોક્ત આરોપીઓ નાસી છૂટ્યા હતા.

સુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

બનાવની ફરિયાદ થતાં જોરાવનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી થોડી કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા હતા. હનીટ્રેપ હત્યાના આરોપીઓ મહેશ પટેલ, મોહિત ભરવાડ, રાજૂ કોળી અને ઇકબાલ રિક્ષાવાળાની પોલીસે ધરપકડ કર્યા બાદ ચારેયને જોરાવનગર પી.એસ.આઈ. શ્રી કુરેશી સહિતના સ્ટાફે જાહેરમાં શેરીઓમાં સરઘસ કાઢેલ હતું અને કોર્ટમાં રજૂ કરી સોમવાર બપોર સુધી રિમાન્ડ મેળવેલ હતા. જયારે ઉર્વશીને જેલ હવાલે કરેલ.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર વઢવાણ બેઠા પુલ પાસેથી કેફી પીણું પીધેલી ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી

Exit mobile version