ઘર પાસે રસ્તો સાફ કરતી મહિલાને પાડોશીએ માર માર્યો
- લગ્ન હોવાથી પોતાની ઘર પાસે પડેલી માટી સાફ કરી રસ્તો રિપેર કરતા હતા.
- બોલાચાલી કરી ઝધડો કરવા લાગ્યા હતા.
- માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

પાટડી તાલુકાના કોચાડા ગામે રહેતી નેહાબેન પરેશભાઈની બેનના લગ્ન હોવાથી પોતાની ઘર પાસે પડેલી માટી સાફ કરી રસ્તો રિપેર કરતા હતા. આ કામ બાજુમાં રહેતા કાળુ શિવાભાઈ અને સતીષ કાળુભાઇને ગમ્યું ન હતું. જેથી બંને ભાઈઓએ નેહાબેન સાથે બોલાચાલી કરી ઝધડો કરવા લાગ્યા હતા.
આ વખતે નેહાબેનનો ભાઈ સચીન આવી ચડતા એને પણ માર મારવા લાગતા નેહાબેન ભાઈ સચિનને છોડાવવા વચ્ચે પડ્યા તો એમને પણ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં બે સ્થળોએ સ્વાસ્થ્ય વર્ધક ફળો રાહત ભાવે આપવાનું આયોજન કરાયું
આ બનાવ અંગે નેહાબેને પાટડી પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.