લખતરના કડુ પાસે અકસ્માત : યુવકને તાવ આવતો હોવાથી બે મિત્રો હોસ્પિટલ લઇ જવા નીકળ્યા, બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ત્રણેયના મોત

Photo of author

By rohitbhai parmar

લખતરના કડુ પાસે અકસ્માત : યુવકને તાવ આવતો હોવાથી બે મિત્રો હોસ્પિટલ લઇ જવા નીકળ્યા, બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ત્રણેયના મોત

લખતરના કડુ પાસે અકસ્માત – યુવકને તાવ આવતો હોવાથી બે મિત્રો હોસ્પિટલ લઇ જવા નીકળ્યા, બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ત્રણેયના મોત

સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર લખતરના કડુ ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. એક યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

Google News Follow Us Link

લખતરના કડુ પાસે અકસ્માત - યુવકને તાવ આવતો હોવાથી બે મિત્રો હોસ્પિટલ લઇ જવા નીકળ્યા, બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ત્રણેયના મોત

સુરેન્દ્રનગરવિરમગામ હાઇવે પર લખતરના કડુ ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. એક યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ત્રણેય યુવકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકને હોસ્પિલ લઇ જવા મિત્રો નીકળ્યા હતા

આ દુ:ખદ ઘટના અંગે મળતી માહિતી મુજબ લખતરના કડુ ગામના એક યુવાનને તાવ આવતો હતો. જે યુવાનની

તબીયત ગતરાત્રે વધારે લથડતાં અન્ય બે યુવાનો રાત્રે ચાર વાગ્યાના અરસામાં તેને હોસ્પિટલ લઇ જવા બાઇક લઇને નીકળ્યા હતા.

લખતરના કડુ પાસે અકસ્માત - યુવકને તાવ આવતો હોવાથી બે મિત્રો હોસ્પિટલ લઇ જવા નીકળ્યા, બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ત્રણેયના મોત

ટ્રકની પાછળ બાઇક ઘૂસી ગયું

યુવકને સારવાર અર્થે લઇને નીકળેલા બંને મિત્રોને ક્યાં ખબર હતી કે આગળ મોત ઉભું છે. તેમ ગામથી થોડે આગળ

જતાં જ હાઇવેની સાઇડમાં ઉભેલી એક બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી ગયું હતું. બાઇક ટ્રકની પાછળ ઘૂસતાં જ ત્રણેય

યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

લખતરના કડુ પાસે અકસ્માત - યુવકને તાવ આવતો હોવાથી બે મિત્રો હોસ્પિટલ લઇ જવા નીકળ્યા, બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં ત્રણેયના મોત

ગામમાં શોકની લાગણી

ઘટનાની જાણ સ્થાનિકોને થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી.

ત્યારબાદ પોલીસે એમ્બ્યુલન્સ વાનમાં ત્રણેય યુવકોના મૃતદેહોને પી.એમ અર્થે લખતરની સરકારી હોસ્પિટલમાં ખસેડીને

આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની નાના એવા કડુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.

જન્માષ્ટમીના પર્વની શોભાયાત્રાનું આયોજન : સુરેન્દ્રનગરમાં 37 વર્ષથી ચાલી આવતી પરંપરા યથાવત રહેશે

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link