Site icon સોહમ 24 ન્યુઝ

Adani Wilmar IPO Allotment: શેરની ફાળવણી આજે, તમને શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાશો, જાણો લેટેસ્ટ GMP

Adani Wilmar IPO Allotment: શેરની ફાળવણી આજે, તમને શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાશો, જાણો લેટેસ્ટ GMP

Adani Wilmar IPO Allotment: શેરની ફાળવણી આજે, તમને શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાશો, જાણો લેટેસ્ટ GMP

Adani Wilmar IPO Allotment: શેરની ફાળવણી આજે, તમને શેર લાગ્યા કે નહીં તે આ રીતે તપાશો, જાણો લેટેસ્ટ GMP

Google News Follow Us Link

Adani Wilmar IPO allotment: અદાણી વિલ્મર કંપનીએ આઈપીઓ માટે શેર દીઠ રૂ.218-230ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. આઇપીઓ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી બિડિંગ માટે ખૂલ્યો હતો.

Adani Wilmar IPO allotment: અદાણી વિલ્મર આઈપીઓ (Adani Wilmar IPO)ના શેરની ફાળવણી આજે એટલે કે ગુરુવારે (3 ફેબ્રુઆરી) થવાની સંભાવના છે. અદાણી ગ્રૂપ અને સિંગાપોરના વિલ્મર ગ્રૂપ (Adani Group and Wilmar Group) વચ્ચેના સંયુક્ત સાહસ અદાણી વિલ્મરના રૂ.3,600 કરોડના પબ્લિક ઇશ્યૂમાં 17 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. આ કંપનીએ આઈપીઓ માટે શેર દીઠ રૂ.218-230ની પ્રાઇસ બેન્ડ (Price Band) નક્કી કરી હતી. આઇપીઓ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી બિડિંગ માટે ખૂલ્યો હતો.

અદાણી વિલ્મર આઇપીઓના શેર ફાળવણી ગુરુવારે થવાની ધારણા છે અને જો ફાળવણી કરવામાં આવે તો આ શેર બિડર્સના ડીમેટ એકાઉન્ટમાં 7 ફેબ્રુઆરી અથવા તે પછી જમા થશે.

વાહ! 5 વર્ષ સુધીના બાળકો માટે પણ આવશે કોરોના વેક્સિન? આવ્યા મોટા સમાચાર

બે રીતે સ્ટેટસ જાણો

આ આઈપીઓ માટે ફાળવણીનું સ્ટેટ્સ આઈપીઓ રજિસ્ટ્રાર લિંક ઇનટાઇમની વેબસાઇટ પર અથવા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) વેબસાઇટ પર જાણી શકાય છે.

શેરની ફાળવણીનું સ્ટેટ્સ આવી રીતે કરો ચેક:

1) બીએસઈની વેબસાઈટ દ્વારા આવી રીતે ચેક કરો

(https://www.bseindia.com/investors/appli_check.aspx)

– બીએસઈની વેબસાઈટ પર જઈને Equity પર ક્લિક કરો

Issue Nameમાં અદાણી વિલ્મર લિમિટેડની પસંદગી કરો

એપ્લિકેશન નંબર દાખલ કરો અને પાન નંબર દાખલ કરો

– I’m not a robot પર ક્લિક કરો અને પછી Search પર ક્લિક કરો

– ફાળવણીની સ્ટેટ્સ તમારી સ્ક્રીન પર બતાવવામાં આવશે

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ધડાધડ ગોળીઓ છૂટી, ફાયરીંગથી અફરાતફરી મચી જતાં 3 રાહદારી ઘાયલ

2) લિંકઇનટાઇમ વેબસાઇટ દ્વારા આવી રીતે ચેક કરો

(https://linkintime.co.in/MIPO/Ipoallotment.html)

– લિંકઇનટાઇમ વેબસાઇટ પર જાવ

ડ્રોપ-ડાઉન મેનુમાંથી અદાણી વિલ્મર લિમિટેડની પસંદગી કરો

પાન નંબર દાખલ કરો

Search પર ક્લિક કરો

– ફાળવણીનું સ્ટેટ્સ સ્ક્રીન પર બતાવવામાં આવશે

ગ્રે માર્કેટમાં કેટલું ઊંચું પ્રીમિયમ? (Grey Market Premium) :-

અદાણી વિલ્મરના શેર માટે બુધવારે ગ્રે માર્કેટમાં 32 રૂપિયાના પ્રીમિયમની ઓફર થઈ રહી હતી. કંપનીના શેર 8 ફેબ્રુઆરીએ બીએસઈ અને એનએસઈ જેવા અગ્રણી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની સંભાવના છે. અદાણી વિલ્મર આઇપીઓમાં ઇક્વિટી શેરના ફક્ત ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે.

Jackie Shroff Birthday: એક સીન માટે જેકી શ્રોફે અનિલ કપૂરને 17 થપ્પડ માર્યા, પછી મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ

કયો હિસ્સો કેટલો ભરાયો (Adani Wilmar IPO subscription) :-

ઉલ્લેખનીય છે કે, રિટેલ ઇન્વેસ્ટર્સ સેક્શન 3.92 ગણું સબસ્ક્રાઇબ થયું હતું, જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોએ તેમના માટે અનામત રાખવામાં આવેલા 2.15 કરોડ શેરની સરખામણીએ 56 ગણા વધુ શેર માટે બોલી લગાવી હતી. બીજી તરફ સંસ્થાકીય રોકાણકારોએ તેના માટે આરક્ષિત ભાગના 5.78 ગણા માટે બોલી લગાવી હતી. પબ્લિક ઇશ્યૂની આવકનો ઉપયોગ ફંડ કેપિટલ એક્સપેન્ડિચર પૂરું પાડવા, દેવું ઘટાડવા અને એક્વિઝિશન માટે કરવામાં આવશે તેવું જાણવા મળે છે.

ધંધૂકા ભરવાડ યુવકની હત્યા કેસમાં કંગના રનૌતે આપી પ્રતિક્રિયા

કંપની વિશે (About Adani Wilmar Company) :-

નોંધનીય છે કે, 1999માં સ્થપાયેલી અદાણી વિલ્મર FMCG ફૂડ કંપની છે. જે ખાદ્યતેલ, લોટ, ચોખા, કઠોળ અને ખાંડ સહિત રસોડાની મોટાભાગની આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. તેમજ કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ રસોઈ તેલનું વેચાણ કરે છે. આ ઉપરાંત કંપની સાબુ, હેન્ડવોશ અને સેનિટાઇઝર્સ જેવી નોન-ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ પણ કરી રહી છે.

‘ચિલ્ડ્રન્સના નેપ્પીઝ ચેન્જ કરવામાં દિવસ પસાર થઈ ગયો’ જોગર્સ પહેરીને પ્રીતિ ઝિન્ટાએ ઉજવ્યો 47મો જન્મદિવસ

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version