Site icon સોહમ 24 ન્યુઝ

ધંધૂકા ભરવાડ યુવકની હત્યા કેસમાં કંગના રનૌતે આપી પ્રતિક્રિયા

ધંધૂકા ભરવાડ યુવકની હત્યા કેસમાં કંગના રનૌતે આપી પ્રતિક્રિયા

Google News Follow Us Link

અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની થોડાં સમય પહેલાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસનો મામલે ગુજરાતના રાજકારણને ગરમાવી દીધુ છે. કિશન ભરવાડ નામના યુવકની હત્યા મામલે ગૃહમંત્રીના આદેશ બાદ હવે સંપૂર્ણ તપાસ ATSને સોંપવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની થોડાં સમય પહેલાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસનો મામલે ગુજરાતના રાજકારણને ગરમાવી દીધુ છે. કિશન ભરવાડ નામના યુવકની હત્યા મામલે ગૃહમંત્રીના આદેશ બાદ હવે સંપૂર્ણ તપાસ ATSને સોંપવામાં આવી છે. ત્યારે હવે બોલિવૂડમાંથી પણ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત કિશન ભરવાડ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે.

ફેશન શોમાં બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ આરબ ફેશન વીકમાં દેખાડ્યો જલવો, પહેર્યું 40 કરોડનું ગાઉન

શું કહ્યું કંગનાએ?

કંગનાએ ફેસબુકમાં પોસ્ટ કરી લખ્યું છે કે,’ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે, કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કિશન માંડ 27 વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય 4 લોકોએ તેના પર ફાયરિંગ કરી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે, આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જોઈએ. ઓમ શાંતિ.’

ધંધૂકા ભરવાડ યુવકની હત્યા કેસમાં કંગના રનૌતે આપી પ્રતિક્રિયા

જણાવી દઇએ કે, કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા.

કિશન ભરવાડ હત્યા કેસ: ધંધૂકાની મસ્જિદમાં ATSનું સર્ચ ઓપરેશન, પોલીસના ધાડા ઉતર્યા, ‘તહેરીક એ નમુને રિસાલત’ પર આશંકા

શું છે આખો મામલો

મંગળવારે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું.

આવી ગઈ છે નાકથી લેવાય તેવી વેક્સિન, ભારત બાયોટેકને પરીક્ષણ માટે મળી મંજૂરી, જાણો કોણ કોણ લઈ શકશે

વધુ સમાચાર માટે…

MOTION TODAY

Google News Follow Us Link

Exit mobile version