Review meeting of Agriculture Minister- સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા બેઠક યોજી
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કે.સી.સંપટ અને જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અને તેનાં અનુસંધાને કરવામાં આવેલ કામગીરીથી મંત્રીને વાકેફ કર્યા હતા.
જિલ્લા કલેક્ટર કે.સી.સંપટે જિલ્લામાં થયેલી કામગીરી અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં વરસાદની સ્થિતિને પગલે ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. તેમણે જિલ્લામાં અતિવૃષ્ટિનાં કારણે માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, રોડ-રસ્તાઓ, સ્થળાંતર, રેસ્ક્યુ, ડેમોની સ્થિતિ, રાહત બચાવ કામગીરી અને મૌસમના કુલ વરસાદની સ્થિતિ અંગે મંત્રીને વિગતવાર જાણકારી આપી હતી.
Laddu Gopal- શ્રી કૃષ્ણની જન્માષ્ટમી ઉજવાશે, લડ્ડુ ગોપાલના પ્રસાદમાં તુલસીના પાન રાખવાનું ભૂલશો નહીં
બેઠકમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવતા જરૂરી માર્ગદર્શન આપી એલર્ટ રહેવા સૂચના આપી હતી. વધુમાં તેમણે વરસાદની સ્થિતિ સામાન્ય થયા બાદ ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી માટેનું આગોતરુ આયોજન ઘડી કાઢવા જણાવ્યું હતું. વીજ પુરવઠો યથાવત રહે અને જ્યાં ખોરવાય તે વિસ્તારોમાં ફોલ્ટની ફરિયાદો સાંભળવા માટે ટીમ કાર્યરત રહે તેની વિશેષ કાળજી રાખવા માટે મંત્રીએ સૂચના આપી હતી.
વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, ગંદકીનો નિકાલ કરાવવા સહિત રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ અને ક્લોરિનેશન સહિતનાં તકેદારીના પગલાં ઝડપથી ભરવા, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત થાય, ભારે વરસાદના કારણે જિલ્લામાં ખેતીવાડીને થયેલા નુકસાન અંગેનો સર્વે કરવા અને તમામ વિભાગોને સંકલનમાં રહી કામગીરી કરવાનાં નિર્દેશ આપ્યા હતા.
આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.જાલંધરા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Vijay Suvada- લોકગાયક વિજય સુવાળા સામે પોલીસ કેસ નોંધાયો, શું છે મામલો?