Jio, Airtel યુઝર્સ એલર્ટ! 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન પેમેન્ટમાં આવશે મુશ્કેલી, જાણો કારણ

Photo of author

By rohitbhai parmar

Jio, Airtel યુઝર્સ એલર્ટ! 1 સપ્ટેમ્બરથી ઓનલાઇન પેમેન્ટમાં આવશે મુશ્કેલી, જાણો કારણ

મોબાઈલનો ઉપયોગ કરીને ઓનલાઈન શોપિંગ કે ઓનલાઈન પેમેન્ટ કરતા હોવ તો તમારા માટે કામના સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લાગુ કરવામાં આવનાર નવા નિયમ પછી OTP મળવામાં મોડું થઈ શકે છે.

Google News Follow Us Link

Jio Airtel Users Alert There will be difficulty in online payment from September 1 know the reason

મોબાઈલનો ઉપયોગ કરતા તમામ લોકો માટે ખૂબ જ કામના સમાચાર સામે આવ્યા છે. 1 સપ્ટેમ્બરથી ભારતીય ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 સપ્ટેમ્બરથી મોબાઈલ યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગ દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં, TRAI દેશમાં 1 સપ્ટેમ્બરથી એક નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે, જેના કારણે યુઝર્સને શોપિંગ અને ઓનલાઈન પેમેન્ટ દરમિયાન OTP થોડો મોડો મળી શકે છે.

જણાવી દઈએ કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છેલ્લા ઘણા દિવસોથી ઓનલાઈન ફ્રોડ અને ફેક કોલ-ફેક મેસેજને રોકવા માટે પ્રયાસ કરી રહી છે. હવે ટ્રાઈ આ દિશામાં એક મોટું પગલું ભરવા જઈ રહી છે. TRAI 1 સપ્ટેમ્બરથી દેશભરમાં એક નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે જેમાં ફેક કોલ અને મેસેજ માટે ફિલ્ટરેશન લાગુ કરવામાં આવશે.

મેસેજ અને કૉલ્સમાં ફિલ્ટર લાગુ કરવામાં આવ્યા પછી, ઓનલાઈન પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગ દરમિયાન OTP મળવામાં મોડું થઈ શકે છે. જણાવી દઈએ કે ફિલ્ટરેશનના કારણે Jio, Airtel અને Vodafone Idea યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સંદર્ભમાં ટ્રાઈએ દેશની તમામ ટેલિકોમ કંપનીઓને ગાઈડલાઈન પણ આપી છે.

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં

TRAIએ આપી માર્ગદર્શિકા

TRAI માર્ગદર્શિકા જણાવે છે કે 1 સપ્ટેમ્બર, 2024 થી, URLs, OTT લિંક્સ, APKs અથવા કૉલ-બેક નંબરવાળા મેસેજને બ્લોક કરી નાખે, જે ટેલિકોમ કંપનીઓ સાથે રજિસ્ટર્ડ નથી. આનો અર્થ એ છે કે નાણાકીય સંસ્થાઓ, બેંકો અને તમામ ઓનલાઈન પ્લેટફોર્મ્સે 31 ઓગસ્ટ પહેલા તેમના મેસેજ, OTP ના ટેમ્પ્લેટ્સ અને કન્ટેન્ટને Jio, Airtel અને Vi સાથે રજિસ્ટર્ડ કરાવવા પડશે. જો પ્લેટફોર્મ્સ આમ નહીં કરે તો મેસેજ બંધ કરી દેવામાં આવશે.

લાખો યુઝર્સ પર થશે અસર

જણાવી દઈએ કે ટ્રાઈના આ નવા નિયમની સીધી અસર કરોડો મોબાઈલ યુઝર પર પડી શકે છે. ઓનલાઈન પેમેન્ટ દરમિયાન OTP ન મળવાથી સમસ્યા થઈ શકે છે. આજના સમયમાં, લગભગ તમામ ઓનલાઈન સંબંધિત કામમાં OTT દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે અને OTPમાં મોડું થવાને કારણે મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે.

Review meeting of Agriculture Minister- સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે સમીક્ષા બેઠક યોજી

VTV ગુજરાતી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link