Tajiya-Julus – તાજીયા-જુલુસ બાબતે જાહેરનામું તાત્કાલીક પ્રકાશિત કરવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષનાં ઈદે-મિલાદ અને તાજીયા-જુલુસમાં શહેરમાં વિશાળ જુલુસ નિકળતા શહેરનાં તમામ મુખ્ય માર્ગોને સંપૂર્ણ પણે આખો દિવસ સુધી બાનમાં લઈને શહેરનાં રોડ-રસ્તાને ચારેય બાજુથી બંધ કરીને પોલિસ સુરક્ષા સાથે ટ્રાફિક જામ કરીને શહેરમાં ઈસ્લામની કટ્ટરતા દર્શાવતા સૂત્રોચ્ચાર તથા ઠેરઠેર લીલી ધજાઓ લગાડીને સમગ્ર શહેરને ઉપરાંત વચ્ચે આવેલાં હિન્દુ મંદિરોના પ્રવેશદ્વારને પણ નિશાન બનાવીને હિન્દુ લાગણીને દુભાવવા સાથે ભયજનક માહોલ સર્જવામાં આવે છે જેમાં પોલિસ કચેરી પણ તેમની સરભરામાં આખો દિવસ સાથ આપે છે.
ઈદે મિલાદ અને તાજીયા જુલુસમાં તેઓ ગૌ માંસ તથા નોનવેજનું, હાટકેશ્વર મહાદેવ મંદિર, ખીજડીયા હનુમાન તથા અણઘટનાથ મહાદેવ મંદિર તથા માઈ મંદિર તથા દેરાસર અને દ્વારિકાધીશ મંદિર તથા જેલચોક ભગવતી માતાનાં મંદિર, અજરામર અપાસરો તથા મોટા દેરાસર જેવા હિન્દુઓનાં પવિત્રસ્થાનોની પાસેનાં ચોકમાં નોનવેજ આઈટમોનું વિતરણ કરે છે.
ઈમરજન્સી સેવાઓને ઘણી મુશ્કેલી
તેમજ તાજીયામાં ટયુબલાઈટ તથા કાચની તોડફોડ કરીને જાહેર ચોકોમાં તુટેલા કાચનો કચરો વેરાય છે જેનાથી અઠવાડીયા સુધી રાહદારીઓને પગમાં વાગે છે અને વાહનોને પણ નુકસાન થાય છે. જુલુસને શહેરનાં તમામ મુખ્યમાર્ગો પર ફેરવીને આવી મુશ્કેલીઓ સર્જવામાં આવે છે. આખો દિવસ શહેરનાં મુખ્ય રસ્તાઓ, ચારેય બાજુથી બંધ કરવામાં આવે છે જેનાં મુસ્લિમોનાં તાજીયા અને સૂત્રોચ્ચારમાં અન્ય પ્રજા શહેરમાં પ્રવેશી શકતી નથી. વેપારીઓ વેપાર-ધંધો કરી શકતા નથી. જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદી શકાતી નથી તેમાં હોસ્પીટલો, જાહેર ચોક, દવાખાનાઓ વગેરેને ટ્રાફિક જામ થવાનાં કારણે અકલ્પનીય મુશ્કેલી આખો દિવસ ભોગવવી પડે છે. ઉપરાંત શહેરના મુખ્ય રસ્તાઓ બાનમાં રહેતા ઈમરજન્સી સેવાઓને ઘણી મુશ્કેલી પડે છે.
જાહેરનામું તાત્કાલીક પ્રકાશિત કરવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
આપ સાહેબને તાજીયા જુલુસમાં આખો દિવસ શહેરને મુસ્લિમો દ્વારા બાનમાં લેવામાં આવે નહી અને શહેરની સમગ્ર પોલિસ તેમની સરભરામાં રહે નહી તેમજ અન્ય વ્યવસ્થા પણ જળવાય અને હિન્દુ જનતાની લાગણી દુભાય નહી તેમજ હિન્દુઓ વેપાર-ધંધો કરી શકે તે માટે કડક કાયદો અને જાહેરનામું તાત્કાલીક પ્રકાશિત કરવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.
Sanskrit school – વઢવાણમાં સંસ્કૃત પાઠશાળાનો ઉદ્ઘાટન કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો