S.S. White Company – એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા ટ્રાફિક પોલીસ ઓફિસમાં બે પ્રિન્ટર ભેટ
સુરેન્દ્રનગર એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ પાસે આવેલ જીલ્લા ટ્રાફિક પોલીસ ઓફીસને તેમના રોજીંદા ઓફીસ કાર્ય માટે ઝેરોક્ષ વિથ કલર પ્રિન્ટરની જરૂરીયાત ઉભી થતા વઢવાણ ખાતે આવેલ અમેરિકન કંપની એસ.એસ.વ્હાઈટ દ્વારા સ્કેનીંગ, ફેક્સ અને ઝેરોક્ષ સીસ્ટમવાળા ઉચ્ચ ક્વોલીટીનાં બે કલર પ્રિન્ટર ભેટ આપવામાં આવ્યા તે સમયે અમેરિકાથી પધારેલ કંપનીનાં પ્રેસિડેન્ટ શ્રી રાહુલ ભાનુભાઇ શુક્લ, જીલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. શ્રી.એન.એચ.સોલંકી, પો.હેડ કોન્સ્ટેબલ વી.ડી. રાણા, પો.કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ રાણા, ડ્રાઈવર પો.હેડ કોન્સ્ટેબલ જનકસિંહ ઝાલા કંપનીનાં ડાયરેક્ટર કઝુમી પરીખ અને મેનેજર અહેમદ પઠાણ તસ્વીરમાં નઝર પડે છે.