Apprentice Recruitment Mela – સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
- 100 જગ્યાઓ માટે રોજગારીની ઉત્તમ તકો
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી આધાર પુરાવા સાથે તા.20 માર્ચે આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેવું
સુરેન્દ્રનગર ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ઔધોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગર ખાતે તા.20/03/2023ના રોજ 100 જગ્યાઓ માટે રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે.જેમાં ભાગ લેવા માટે આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ પાસ તેમજ ધોરણ 8, 9, 10, 12 પાસ તથા ડિપ્લોમા, બી.એસ.સી., બી.કોમ., બી.એ. અને અન્ય સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને બે પાસપોર્ટ ફોટો સાથે તા.20મી માર્ચ સવારે 10 કલાકે આઈ.ટી.આઈ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેવા વધુમાં જણાવાયું છે.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
અરૂણા ડાવરા