Arms Embargo – સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી
-
સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર બંધી, જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ગણાશે
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર જિલ્લામાં હથિયાર બંધી ફરમાવેલ છે.
સભા સરઘસ અને હથિયાર બંધી
જે મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.30/04/2023 સુધી નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, બંદુક, લાકડી અને લાઠી, કુંડલીવાળી લાકડી તથા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા બીજા કોઈ પણ સાધનો સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહી, વ્યકિતઓ અથવા તેમના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહીં
તથા તૈયાર કરવા નહીં કોઈ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી, સુરૂચિનો ભંગ થાય અથવા તો નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં, તેવી ચેષ્ઠા કરવી નહીં, તેવા ચિત્રો-પત્રિકા, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવી નહી અથવા તેનો ફેલાવો કરવો નહીં, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ શબ્દો પોકારવામાં નહી અશ્લીલ ગીતો ગાવા નહી અથવા ટોળામાં ફરવું નહીં, તેમજ કોઈ સરઘસમાં જલતી અને પેટાવેલી મશાલ લઈ જવી નહીં.
આ પ્રતિબંધ સરકારી નોકરી કે કામ કરતી વ્યક્તિ કે જેને તેમના ઉપરી અધિકારીશ્રીએ આવું કોઈ હથિયાર લઇ જવા ફરમાવ્યું હોય અથવા કોઈ પણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય તેવી વ્યક્તિ તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીએ અથવા તેઓએ કે જેને શારિરીક અશકિતના કારણે લાકડી, લાઠી, લઇ જવાની પરવાનગી આપવામાં આવી હોય તેવી વ્યકિતઓને આ હુકમ લાગુ પડશે નહી. જો કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરશે કે ભંગ કરવામાં મદદગારી કરશે, તો દંડ અને શિક્ષાને પાત્ર થશે.
સુરેન્દ્રનગરના હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ પુત્રવધૂના 25મા જન્મદિવસે રૂ.25 લાખનું દાન કર્યું