Assembly Elections-2022 – સુરેન્દ્રનગર જિલ્લામાં ઈવીએમ મશીન અને વીવીપેટની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ફાળવણી કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં ઈવીએમ મશીન અને વીવીપેટની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ફાળવણી કરાઈ
- ઈવીએમ મશીન અને વીવીપેટની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ફાળવણી કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મત વિસ્તાર 60-દસાડા, 61-લીંબડી, 62-વઢવાણ, 63-ચોટીલા, 64-ધ્રાંગધ્રા વિસ્તારની ચૂંટણીમાં મતદાન સંદર્ભે આજે ઈવીએમ અને વીવીપેટ મશીનોની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ફાળવણી કરવામાં આવી હતી.
EVM મશીન અને VVPATની ફાળવણી
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, નિવાસી અધિક કલેકટરશ્રી, EVM નોડલ ઓફિસરશ્રી સહિતના અધિકારીશ્રીઓ તેમજ રાજકીય પક્ષના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કોમ્યુટરાઇઝડ રેન્ડમાઇઝેશન દ્વારા EVM (બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ) મશીન અને VVPATની ફાળવણી ચૂંટણી અધિકારીઓને કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર કચેરી, ચૂંટણી શાખા ખાતે હાથ ધરાયેલી રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા અંતર્ગત દસાડા વિધાનસભા મતવિસ્તાર માટે કુલ 385-CU, 385-BU અને 416-VVPAT, લીંબડી વિધાનસભા મતવિસ્તાર માટે કુલ 418-CU, 418-BU અને 452-VVPAT, વઢવાણ વિધાનસભા મત વિસ્તાર માટે 361-CU, 361-BU અને 390-VVPAT, ચોટીલા વિધાનસભા મતવિસ્તાર માટે 384-CU, 384-BU અને 415-VVPAT, ધાંગધ્રા વિધાનસભા મતવિસ્તાર માટે 419-CU, 419-BU અને 453-VVPAT ની ફાળવણી કરવામાં આવી છે.