Surendranagar – સુરેન્દ્રનગરમાં ચૂંટણીને લગતાં સાહિત્ય, ભીંતપત્રો, ચોપાનિયાં સહિતની પ્રચાર સામગ્રી પર મુદ્રક અને પ્રકાશનના નામ સરનામા છાપવા ફરજિયાત
સુરેન્દ્રનગરમાં ચૂંટણીને લગતાં સાહિત્ય, ભીંતપત્રો, ચોપાનિયાં સહિતની પ્રચાર સામગ્રી પર મુદ્રક અને પ્રકાશનના નામ સરનામા છાપવા ફરજિયાત
-
વિધાનસભાની ચૂંટણીને લઇને બહાર પડાયા પ્રતિબંધાત્મક જાહેરનામા
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.સી.સંપટ દ્વારા જિલ્લાના તમામ ખાનગી મુદ્રાણાલયોના માલિકો/સંચાલકો/ભાગીદારો તથા ઝેરોક્ષ કે અન્ય નકલો છાપનારાઓ માટે વિવિધ નિયંત્રણો મૂકતું એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર: ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ નિરીક્ષકોની સમીક્ષા બેઠક યોજાઈ
આ જાહેરનામા અનુસાર ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્રો, ચોપાનિયા કે આવી સામગ્રી પર મુદ્રક અને પ્રકાશનના નામ અને પૂરા સરનામા છાપવા અનિવાર્ય છે. તેમજ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ કલમ-127(ક)ની જોગવાઈ મુજબનું એકરારનામું પ્રકાશક પાસેથી મુદ્રકે બે નકલમાં મેળવી તેના દસ્તાવેજોની ચાર નકલો સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે બે દિવસમાં રજુ કરવાનું રહેશે.
ચૂંટણી પ્રચારમાં મંજૂરી વિના લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું
આ જાહેરનામાના ભંગ બદલ રાજ્યના પ્રવર્તમાન કાયદાઓની જોગવાઈ મુજબ મુદ્રણાલયનું લાઇસન્સ/રજીસ્ટ્રેશન રદ કરવા તથા અન્ય કાનૂની કાર્યવાહી કરવા જેવા કડક પગલાં લેવામાં આવશે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઈવીએમ મશીન અને વીવીપેટની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ફાળવણી કરાઈ