સુરેન્દ્રનગરમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો
- આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી
- આત્મનિર્ભર ગ્રામ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ
આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ હાજર રહ્યાં હતા.
ગ્રામયાત્રામાં સ્વચ્છતા રેલી, તેમજ શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી પોસ્ટ ઓફિસ, દૂધ મંડળીઓ, પશુ દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા જાહેર સ્થળોમાં સફાઈ અભિયાન યોજાશે. સુરેન્દ્રનગર જીલ્લામાં રૂ.12.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 420 વિકાસલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ તથા રૂ.65.62 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 1215 વિકાસલક્ષી કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું.