Site icon સોહમ 24 ન્યુઝ

Janmashtami – સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં જન્માષ્ટમી લોકમેળો યોજવા રૂ.36.54 લાખનું ટેન્ડર મંજૂર કરાયું

Auction of ground for Surendranagar Janmashtami Lok Mela

Janmashtami – સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં જન્માષ્ટમી લોકમેળો યોજવા રૂ.36.54 લાખનું ટેન્ડર મંજૂર કરાયું

Google News Follow Us Link

જન્માષ્ટમી લોકમેળોના આયોજન માટે નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં જેટલા ટેન્ડર ભરાઈને આવ્યા હતા તેમના માટે હરાજીની પ્રક્રિયા ગત સપ્તાહ દરમિયાન કરવામાં આવી હતી. પરંતુ તેમાં સરકાર દ્વારા જાહેર કરેલ નવી એસ.ઓ.પી. અંગે વિવાદ થતાં હરાજીની પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી.

ત્યારબાદ આજે ફરીથી હરાજીની પ્રક્રિયા નગરપાલિકાના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં સરકારે જાહેર કરેલ એસ.ઓ.પી. પ્રમાણે મેળો યોજવા તૈયાર આયોજનું ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે. રૂપિયા 36.54 લાખમાં સુરેન્દ્રનગર લોકમેળો યોજવાનો ટેન્ડર મંજૂર થયેલ છે. હવે આયોજકે ચકડોળ સહિતની રાઈડ તૈયાર કરી તેના ફિટનેસ સર્ટિફિકેટ તેમજ મેળામાં ફાયર અંગેના સાધનો રાખી તેની એનઓસી મેળવવાની રહેશે.

Friendship Day – મીનશા એકેડેમી પ્રિ સ્કૂલમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version