Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લાના એક્રેડિટેડ પત્રકારો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના એક્રેડિટેડ પત્રકારો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો

Ayushyaman Card Camp – સુરેન્દ્રનગર જિલ્લાના એક્રેડિટેડ પત્રકારો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે જિલ્લાના એક્રેડિટેડ પત્રકારો માટે મુખ્યમંત્રી અમૃતમ-મા વાત્સલ્ય યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા તેમજ નવા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18થી, માન્યતા ધરાવતા એક્રેડિટેડ પત્રકારોને મુખ્યમંત્રી અમૃતમ-મા વાત્સલ્ય યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અનુસાર, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એક્રેડિટેડ પત્રકારોને આ યોજના હેઠળ આવરી લઈને મુખ્યમંત્રી અમૃતમ-મા વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા છે.

હવે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ-મા વાત્સલ્ય કાર્ડને આયુષ્માન કાર્ડમાં તબદીલ કરવાની કામગીરી હાથ ધરી છે. જે અન્વયે માહિતી નિયામકશ્રીની કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી તથા જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી અમૃતમ-મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો જિલ્લાના એક્રેડિટેડ કાર્ડ ધરાવતા પત્રકારોએ લાભ લીધો હતો.

આ કેમ્પના આયોજન માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી.ગોહિલ, આયુષ્યમાન યોજનાના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરસુશ્રી અવની ઓઝા સહિત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે જહેમત ઉઠાવી હતી.

“ચોટીલા ઉત્સવ-2022-23” કાર્યક્રમના આયોજન માટે નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version