Site icon સોહમ 24 ન્યુઝ

“ચોટીલા ઉત્સવ-2022-23” કાર્યક્રમના આયોજન માટે નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી

Chotila Utsav-2022-23 – “ચોટીલા ઉત્સવ-2022-23” કાર્યક્રમના આયોજન માટે નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.11-12 માર્ચના રોજ ચોટીલા ખાતે “ચોટીલા ઉત્સવ-2022-23”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે નિવાસી અધિક કલેક્ટરસુશ્રી દર્શના ભગલાણીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને કાર્યક્રમ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરસુશ્રી દર્શના ભગલાણીએ સંબંધિત અધિકારીઓને વિવિધ કામગીરી સોંપી તેની યોગ્ય અમલવારી થાય તે માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકા, મંડપ, સ્ટોલ, બુકે, સાધન સામગ્રી, એલ.ઇ.ડી. સ્ક્રીન, સ્વાગત, દિપ પ્રાગટ્ય, કાયદો અને વ્યવસ્થા, વીજપુરવઠો, સાંસ્કૃતિક કાર્યક્રમ, પાણી, પ્રચાર પ્રસાર સહિતની વ્યવસ્થાઓ વિશે નિવાસી અધિક કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં ચોટીલા પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગળચર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ભરતસિંહ ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી.ગોહિલ, સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અટકાયત અધિનિયમ-2013 અંગે જાગરૂકતા સેમિનાર યોજાયો

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version