સવા હોસ્પિટલનાં ડોક્ટર્સ દ્વારા બેઝીક લાઈફ સપોર્ટ સેમીનાર યોજાયો.
વઢવાણ સ્થિત કંપની એસ.એસ.વ્હાઈટ ખાતે સવા હોસ્પિટલનાં ડોકટર્સ દ્વારા ‘બેઝીક લાઈફ સપોર્ટ’ (કાર્ડિયાક એરેસ્ટ) સેમીનાર યોજવામાં આવ્યો હતો.
- વઢવાણ સ્થિત કંપની એસ.એસ.વ્હાઈટ
- સવા હોસ્પિટલનાં ડોકટર્સ દ્વારા ‘બેઝીક લાઈફ સપોર્ટ’ સેમીનાર
વઢવાણ સ્થિત કંપની એસ.એસ.વ્હાઈટ ખાતે સવા હોસ્પિટલનાં ડોકટર્સ દ્વારા ‘બેઝીક લાઈફ સપોર્ટ‘ [કાર્ડિયાક એરેસ્ટ] સેમીનાર યોજવામાં આવેલ જેમાં કોઈને પણ હાર્ટ એટેક આવે ત્યારે તે વ્યક્તિને તુરંત શું ટ્રીટમેન્ટ આપવી જેથી કરીને તેનું જીવન બચાવી શકીએ તે અંગેની વિસ્તૃત જાણકારી ડો.જયેશ અગ્રાવાત, ડો.ઈરફાન વોરા,ડો રાજદીપસિંહ સોલંકીએ ડેમો દ્વારા આપેલ. આ પ્રસંગે સવા હોસ્પિટલનાં સુરેશ પારસવાણી [એ.ડી.ઓ] પણ ઉપસ્થિત રહ્યા હતા.