કુંડળ ધામ ખાતે યોજાયેલ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં જિલ્લાના લાભાર્થીઓએ પણ લાભ લીધો હતો
- કુંડળ ધામ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ
- કિડની અને પ્રોટેસ્ટ નિદાન માટેનો નિઃશુલ્ક કેમ્પ
- જરૂરીયાત મંદ લાભાર્થીઓએ આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો

કુંડળ ધામ ખાતે યોજાયેલ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં જિલ્લાના લાભાર્થીઓએ પણ લાભ લીધો. કુંડળ ધામ ખાતે કિડની અને પ્રોટેસ્ટ નિદાન માટેનો નિઃશુલ્ક કેમ્પ તાજેતરમાં યોજાયો હતો. જેમાં કિડની અને પ્રોટેસ્ટના રોગોનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.
વિશ્વમાં પ્રથમ નંબરે આવેલ નડિયાદ સ્થિત મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ દ્વારા જ્ઞાનજીવનદાસજી સ્વામીના સાનિધ્યમાં સંતો તથા જરૂરીયાત મંદ લોકોએ આ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલને ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બે ઓક્સિજન મશીનો અર્પણ કરાયા
આ યોજાયેલ કુંડળ ધામ ખાતે કેમ્પમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ જરૂરીયાત મંદ લાભાર્થીઓએ આ નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લઈને નિદાન કરાવ્યું હતું. તેમજ વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા હોદ્દેદારો સાથે યુવાનએ નિસ્વાર્થ ભાવે આ કેમ્પમાં સેવા પણ આપી હતી.