Site icon સોહમ 24 ન્યુઝ

રાહતના એંધાણ! : પેટ્રોલ-ડીઝલના રેટ કંટ્રોલમાં રાખવા મોદી સરકારનો માસ્ટર પ્લાન, મંત્રીએ આપ્યું નિવેદન

રાહતના એંધાણ! : પેટ્રોલ-ડીઝલના રેટ કંટ્રોલમાં રાખવા મોદી સરકારનો માસ્ટર પ્લાન, મંત્રીએ આપ્યું નિવેદન

પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું કે, ‘સરકાર સતત ઓઇલની કિંમતને નિયંત્રણમાં કરવાના પ્રયાસ કરી રહી છે.’

પેટ્રોલ-ડીઝલની સતત વધતી જતી કિંમત પર પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું કે, અમે કઇ રીતે ઓઇલની કિંમતને આવનારા સમયમાં નિયંત્રણમાં કરી શકીશું? તેઓએ જણાવ્યું કે, સરકાર આ માટે સતત પ્રયત્ન કરી રહી છે.

કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલની સતત વધતી જતી કિંમત ઓછી કરવા માટેનો સતત પ્રયત્ન કરી રહી છે. તેને લઇને સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી ઇથેનોલ (Ethanol) ની બ્લેડિંગ (Blending) પર જોર આપી રહી છે. સૂત્રોનું પણ એમ જ માનવું છે કે, 1 એપ્રિલ 2023થી અમુક પસંદગીના પેટ્રોલ પંપ પર 20% Ethanol Blending વાળું પેટ્રોલ-ડીઝલ મળવા લાગશે. તેનાથી ઓઇલની કિંમતમાં ઘટાડો થશે.

ઓઇલ માટે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભરતા

કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે, ભારત મોટાભાગે પેટ્રોલ-ડીઝલ માટે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર છે. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી સ્થાનિક ઉત્પાદનમાં વધારો નહીં થાય ત્યાં સુધી ઓઇલની કિંમતોને નિયંત્રિત નહીં કરી શકાય.

આપણે 83 ટકા ઓઇલ બહારથી લાવીએ છીએ

તેલીની અમેઠીના જાયસમાં આવેલ રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ ટેક્નોલોજી સંસ્થામાં કૌશલ વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવાના મોકા પર કહ્યું કે, ‘દેશમાં 83 ટકા ઓઇલ બહારથી લાવીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર છીએ. જ્યાં સુધી આપણું ઉત્પાદન નહીં વધે ત્યાં સુધી ઓઇલની કિંમતો પર અંકુશ નહીં આવી શકે.’

નિર્ભરતા ઘટાડવા માટે સરકાર કામ કરી રહી છે

તેઓએ કહ્યું કે, જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમત વધે છે ત્યારે પેટ્રોલિયમ કંપનીઓ ઓઇલની કિંમતમાં વધારો કરે છે. આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભરતા ઘટાડવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, એ સિવાય નવી પદ્ધતિઓ પણ અપનાવવામાં આવી રહી છે.

નવી-નવી જગ્યાએ ઓઇલ શોધવાના પ્રયાસ

રાજ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં નવા સ્થળો શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ નાના રાજ્યો છે પરંતુ ત્યાં પણ ઓઇલની શોધ કરવામાં આવશે. આ અગાઉ પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ કાર્યક્રમમાં મેધાવી વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનનું વિતરણ કર્યું હતું.

જનતા પર ફરી મોંઘવારીનો માર: દેશમાં રાંધણગેસના ભાવમાં રૂ. 3.50નો વધારો; કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘું થયું

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી 

Google News Follow Us Link

Exit mobile version