Site icon સોહમ 24 ન્યુઝ

ચોટીલા પાસે બાઈક સાથે કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત, બાઈક પર સવાર દંપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, બાળકનું મોત

ચોટીલા પાસે બાઈક સાથે કાર ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત, બાઈક પર સવાર દંપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, બાળકનું મોત

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથાનગઢ રોડ ઉપર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાય અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર જઈ રહેલા એક બાળક સહીત દંપતીને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં બાઈક ચાલકનો પગ ફસાઈ જતા કપાઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે ચોટીલા રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. જોકે, 11 વર્ષના બાળકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. એકના એક પુત્રનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી આશરે ચાર કિલોમીટર દૂર થાનગઢ તરફ બાઈક અને સ્કોર્પિઓ કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરઝડપે રોંગ સાઇડમા આવતી સ્કોર્પીયો કાર સાથે બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલક ચોટીલાના મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડાનો પગ જ કપાઈ ગયો હતો. તેમજ તેની પત્ની અને 11 વર્ષના બાળકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બાળકનું મોત થયું છે.

પુત્રનું સ્કૂલમાં એડમિશન કરાવી પરત ફરતા નડ્યો અકસ્માત

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં પુત્રનું એડમિશન લઈ બાઇકમાં પરત ફરતા પરિવારને ચોટીલા પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા 11 વર્ષીય બાળકને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. જ્યારે દંપતીને ગંભીર ઇજા પહોંચતા રાજકોટ સિવિલે ખસેડાયા હતા. આ અકસ્માતમાં એકના એક પુત્રનું મોત થતા પરિવારમા અરેરાટી વ્યાપી ગઈ હતી.

​​​​​​​બાઈકમાં સવાર ત્રણેય ફૂટબોલના દડાની માફક ફંગોળાયા

આ ઘટના અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ચોટીલાની હરિધામ સોસાયટીમાં રહેતાં શિક્ષક મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડા (ઉ.વ.40) તેમના પત્ની ભાવનાબેન (ઉ.વ.35) અને તેનો પુત્ર રચિત (ઉ.વ.11) સાથે ચોટીલા નજીક નાવાગામમાં આવેલી સેન્ટમેરી સ્કુલમાં રચીતનું એડમીશન કરાવી બાઇકમાં પરત ફરતા હતા. ત્યારે નવાગામ પાસે સામે રોંગ સાઇડથી પુરપાટ ઝડપે આવતા કાર ચાલકે હડફેટે લેતાં બાઈકમાં સવાર ત્રણેય ફૂટબોલના દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં ત્રણેયને ગંભીર ઇજા પહોંચતાં લોકોએ સારવારમાં રાજકોટ સિવિલે ખસેડયા હતા. પરંતુ આ અકસ્માતની ઘટનામાં 11 વર્ષનો પુત્રએ સારવારમાં પહોંચે તે પહેલાં જ દમ તોડી દીધો હતો.

મુનિબાવા મંદિર : થાન માડવ વનમાં આવેલું 10 મી સદીનું સ્થાપત્ય ધરાવતું મુનિબાવા શિવ મંદિર

એક પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું

આ અકસ્માતના બનાવની જાણ થતાં ચોટીલા પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલે દોડી આવી કાગળો કરી અકસ્માત કરી નાશી છૂટેલા અજાણ્યાં કાર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી. મૃતક રચિતના પિતા મુકેશભાઈ સાયલાના ઇશ્વરીયા ગામની શાળામાં આચાર્ય છે અને પરિવારના એકના એક પુત્રના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

​​​​​​​ચોટીલા પાસેના અકસ્માતમાં 11 વર્ષીય રચિતનું કમકમાટી ભર્યું મોત થયું હતુ. જે બનાવ પહેલા શ્રાવણ માસનો સોમવાર હોય જેથી પરિવારે ચોટીલા નજીક આવેલા ઝરીયા મહાદેવ મંદિરે દર્શને ગયા હતા અને ત્યારબાદ ઘરે આવી ગયા બાદ રચિત તેના માતાપિતા સાથે સ્કૂલે એડમિશન લેવા ગયો હતો અને બાઇકમાં પરત ફરતા સમયે આ ગોઝારી દુર્ઘટના ઘટી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન : સુરેન્દ્રનગર પ્રીમિયર લીગના ઓક્સનમાં 9 ટીમ માટે 602 ખેલાડીએ ભાગ લીધો

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version