ચકદા એક્સપ્રેસ: વામિકાના જન્મ પછી ફિલ્મ વિશે અનુષ્કા શર્મા નર્વસ હતી, કહ્યું કે, – હું પહેલા જેટલી સ્ટ્રોન્ગ નહોતી
- વામિકાના જન્મ બાદ અનુષ્કા શર્મા ફિલ્મી પડદે વાપસી કરવા માટે તૈયાર છે.
- મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના રોલમાં અનુષ્કા શર્મા
- લાંબા સમય બાદ અનુષ્કા શર્મા વાપસી
અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ‘ચકદા એક્સપ્રેસ‘થી 4 વર્ષ પછી સ્ક્રીન પર કમબેક કરશે. એક્ટ્રેસે તાજેતરમાં ફિલ્મના શૂટિંગ વિશે ખુલાસો કર્યો છે. અનુષ્કાએ જણાવ્યું કે, વામિકાના જન્મ પછી તે શૂટિંગ દરમિયાન થોડી નર્વસ ફીલ કરી રહી હતી. અનુષ્કાની દીકરી વામિકાનો જન્મ જાન્યુઆરી 2021માં થયો હતો.
ફિલ્મિંગના સમયે નર્વસ હતી અનુષ્કા
અનુષ્કાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન દીકરી થયા પછી પહેલી વખત ફિલ્મિંગના પોતાના એક્સપિરિયન્સ વિશે ખુલીને વાત કરી અને કહ્યું, હું ચકદા એક્સપ્રેસનો શરૂઆતનો ભાગ હતી. મારે તેના પર પહેલાથી જ કામ કરવાનું હતું પરંતુ કોવિડના કારણે ફિલ્મ પોસ્ટપોન થઈ ગઈ અને પછી હું પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. જ્યારે મેં ફાઈનલી આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કર્યું હતું તો હું ઘણી નવર્સ હતી, કેમ કે હાલમાં જ મેં બેબીને જન્મ આપ્યો હતો અને હું પહેલા જેટલી સ્ટ્રોન્ગ નહોતી.
ફિલ્મ વિશે શ્યોર નહોતી અનુષ્કા
અનુષ્કાએ આગળ જણાવ્યું કે, 18 મહિનાથી કોઈ ફિઝિકલ ટ્રેનિંગ ન કરવાના કારણે પણ હું બેસ્ટ ફિઝિકલ કન્ડિશનમાં નહોતી. હું આ પ્રોજેક્ટ વિશે બિલકુલ પણ શ્યોર નહોતી કે મારે તે કરવી જોઈએ કે નહીં, પરંતુ મારી ઈનર વોઈસ હંમેશાં મને તે કરવા માટે કહેતી રહી અને આ રીતે હું કામનો ભાગ બનવા માગતી હતી.
ફેબ્રુઆરી 2023માં ફિલ્મ આવશે
‘ચકદા એક્સપ્રેસ’, ઈન્ડિયન નેશનલ વુમન ક્રિકેટ ટીમની કેપ્ટન ઝુલન ગોસ્વામીની બાયોપિક ફિલ્મ છે. અનુષ્કા અવારનવાર પોતાની ક્રિકેટ પ્રેક્ટિસના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે. એક્ટ્રેસ છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં શાહરૂખ ખાન અને કેટરીના કૈફની સાથે જોવા મળી હતી. બાયોપિક ફિલ્મ ફેબ્રુઆરી 2023માં રિલીઝ થશે.