ચોટીલા ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

Photo of author

By rohitbhai parmar

Climbing-Descending Competition – ચોટીલા ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

Google News Follow Us Link

Climbing-Descending Competition - ચોટીલા ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે તા.04/01/2023 ના રોજ તૃતીય રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 2022-23નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત સમય મર્યાદામાં અરજી કરેલ અને જરૂરી પાત્રતા ધરાવતા ગુજરાત રાજ્યના તમામ જુનિયર (ભાઈઓ બહેનો) સ્પર્ધકોએ તા.03/01/2023 ના રોજ સાંજે 4:00 કલાક સુધીમાં રિપોર્ટીંગ સ્થળ ચોટીલા ટ્રસ્ટ નિવાસ, ચોટીલા તળેટી ખાતે રિપોર્ટીંગ કરાવવાનું રહેશે. તા.04/01/2023 ના રોજ સવારે 7:00 ક્લાકે આ સ્પર્ધા યોજાશે. આ માટે સ્પર્ધકોએ સ્પર્ધા સ્થળ-ચોટીલા પર્વત તળેટી ખાતે સવારે 6:30 કલાકે હાજર થવાનું રહેશે તેમ વધુમાં જણાવાયું છે.

સમીક્ષા બેઠક – સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને દિશા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઈ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link