સુરેન્દ્રનગરમાં મોટી શાકમાર્કેટ પાસે સેવાભાવીનાં સહયોગથી
ઠંડા પીવાના પાણીની પરબ શરૂ કરાઈ
- સુરેન્દ્રનગરમાં મોટી શાકમાર્કેટ પાસે પીવાના ઠંડા પાણીની પરબનો શહેરીજનોએ લાભ લીધો.
- સુરેન્દ્રનગરમાં મોટી શાકમાર્કેટ પાસે શાકભાજી લેવા માટે લોકો અવર-જવર કરતાં હોય છે.
- સેવાભાવી લોકો દ્વારા ઠંડા પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં મોટી શાકમાર્કેટ પાસે પીવાના ઠંડા પાણીની પરબનો શહેરીજનોએ લાભ લીધો. સુરેન્દ્રનગરમાં મોટી શાકમાર્કેટ પાસે શાકભાજી લેવા માટે લોકો અવર-જવર કરતાં હોય છે. લોકોને પીવાના પાણીની કોઈ તકલીફ નપડે તે હેતુથી ઠંડા પાણીના વોટરજગ મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં અનેક સેવાભાવી લોકો દ્વારા ઠંડા પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી છે .જેમાં સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ પર આવેલ મોટી શાકમાર્કેટ પાસે શાકભાજી લેવા માટે શહેરીજનો આવતા હોય છે. ત્યારે શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તેને ધ્યાને રાખીને સેવાભાવી લોકો દ્વારા દાતાઓના સહયોગથી ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવતા રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ઠંડા પાણીનો લાભ લેતા નજરે પડી રહ્યા છે.