દેશમાં કોરોનાની ગતિ વધી, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ
- દેશમાં વકર્યો કોરોના
- છેલ્લા 24 કલાકમાં કેસ વધીને 17 હજારને પાર
દેશમાં કોરોનાની ગતિ વધી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમણના 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસ વધવાની સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા પણ વધીને 90 હજારની નજીક પહોંચી ગઈ છે.
નવી દિલ્હી: દેશમાં કોરોનાની ઝડપ ફરી એકવાર વધવા લાગી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,336 નવા કેસ નોંધાયા છે. તેમજ સક્રિય કેસોની સંખ્યા 90 હજારની નજીક પહોંચી ગઈ છે. આ દરમિયાન 13 સંક્રમિત લોકોના મોત પણ થયા છે. આ પહેલા ગુરુવારે કોરોનાના 13,313 નવા કેસ સામે આવ્યા હતા. તેમજ કોવિડને કારણે 38 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સક્રિય કેસોમાં પણ તીવ્ર વધારો:
દેશમાં છેલ્લા કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5 લાખ 24 હજાર 954 પર પહોંચી ગઈ છે. કોરોનાને હરાવીને સ્વસ્થ થયેલા લોકોનો આંકડો હવે 4 કરોડ 27 લાખ 49 હજાર 56 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસના નવા કેસોમાં વધારા સાથે સક્રિય કેસોમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે.
કોરોનાના નવા કેસો:
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના સક્રિય કેસ હવે 88284 પર પહોંચી ગયા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસની ઝડપ દિવસેને દિવસે વધી રહી છે. માત્ર એક દિવસ પહેલા એટલે કે, 24 જૂને દેશમાં કોરોના વાયરસના ચેપના 13313 નવા કેસ નોંધાયા હતા. દેશમાં એક દિવસ પહેલા સામે આવેલા કોરોનાના નવા કેસ પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા હતા. કોરોનાના નવા કેસોની બાબતમાં કેરળ ટોચ પર હતું. કેરળ પછી મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે.
કોવિડ-19 રસીઓએ ભારતમાં લોકોના જીવ બચાવ્યા:
ધ લેન્સેટ ચેપી રોગ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે, કોવિડ-19 રસીઓએ 2021માં ભારતમાં 42 લાખથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. આ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં એ પણ નોંધાયું છે કે, વૈશ્વિક સ્તરે COVID-19 રસીઓએ રોગચાળા દરમિયાન સંભવિત મૃત્યુદરમાં લગભગ 20 મિલિયન અથવા તેમના અમલીકરણ પછીના વર્ષમાં અડધાથી વધુનો ઘટાડો કર્યો છે.
મૂળી: મૂળીના દુધઇમાં બુધવારે મોડી સાંજે 2 કોમ વચ્ચે અગાઉના મનદુઃખે મારામારી