Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર-વઢવાણના મુખ્ય રસ્તા બાજુનું નાળું 8 વર્ષથી સરંક્ષણ દીવાલ વગરનું

Danger – સુરેન્દ્રનગર-વઢવાણના મુખ્ય રસ્તા બાજુનું નાળું 8 વર્ષથી સરંક્ષણ દીવાલ વગરનું

સુરેન્દ્રનગર-વઢવાણના મુખ્ય રસ્તા બાજુનું નાળું 8 વર્ષથી સરંક્ષણ દીવાલ વગરનું

Google News Follow Us Link

સુરેન્દ્રનગરવઢવાણ તરફના મુખ્ય માર્ગ પર જ અડીને જીઆઇડીસી તરફ જવાનું નાળું આવેલુ છે. જે છેલ્લા 8 વર્ષથી બંને બાજુ દીવાલ વગરનું બિસ્માર હોવાની લોકોમાં રાવ ઉઠી છે. નાળા નીચે જ મસમોટી ગટર તેમજ વળાંક હોવાથી પસાર થતાં રાહદારીઓ-વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ દીવાલ વગરના નાળા માટે યોગ્ય કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર-વઢવાણ તરફના મુખ્ય માર્ગ પરથી જીઆઇડીસી તરફ જવાના અનેક રસ્તાઓ આવેલા છે. તો બીજી તરફ વઢવાણ જીઆઇડીસીના કારખાનાઓમાં મોટી સંખ્યામાં લોકો સહિતના કામદારો આવ-જા કરતાં હોય છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ તરફના રસ્તાને અડીને જ જીઆઇડીસી તરફ જવાનું નાળું આવેલુ છે.

સાયલાના ડોળિયા નજીક ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ પર ફાયરિંગ

આ નાળું છેલ્લા 8 વર્ષથી બિસ્માર હાલતમાં છે. જેનો કામદારો, કર્મીઓ તેમજ મજૂરો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. પરંતુ આ નાળાની બંને બાજુ સરંક્ષણ દીવાલ પણ ન હોવાથી પારાવાર હાલાકી સાથે રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

આ અંગે ભરતભાઈ ચાવડા, ગોવિંદભાઈ પરમાર વગેરે જણાવ્યુ કે, મુખ્ય રસ્તા પરથી જીઆઇડીસી તરફ જતાં આ નાળા નીચે જ મસમોટી ગટર પસાર થાય છે. કેટલીકવાર રાત્રે રસ્તા પરની લાઇટો બંધ હોવાથી અને નાળા પરની દીવાલો ન હોવાથી સાઇકલો, બાઇકોના પણ નીચે પડવાથી અકસ્માત થાય છે. આથી જો આ નાળાની બંને તરફ દીવાલો કરવામાં આવે તો મોટી દુર્ઘટના અટકી શકે આથી જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી હતી.

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સાયલા ખાતે જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version