Site icon સોહમ 24 ન્યુઝ

ગેલેરી ધરાશાયી – સુરેન્દ્રનગર રાજગૃહી બિલ્ડીંગના ફ્લેટની ગેલેરી ધરાશાયી, સ્થાનિકોમાં ભયનો માહોલ

Rajgruhi Building – સુરેન્દ્રનગર રાજગૃહી બિલ્ડીંગના ફ્લેટની ગેલેરી ધરાશાયી, સ્થાનિકોમાં ભયનો માહોલ

Google News Follow Us Link

  • સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ ઉપર આવેલી રાજગૃહી ટાવરનું બિલ્ડીંગ અત્યંત ક્ષતિગ્રસ્ત
  • રાજગૃહી બિલ્ડીંગ 25થી 30 વર્ષ જૂનું (ભૂકંપ પહેલાનું) છે.

સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ ઉપર આવેલી રાજગૃહી ટાવરનું બિલ્ડીંગ અત્યંત ક્ષતિગ્રસ્ત છે. આ બિલ્ડીંગના એક ફ્લેટની ગેલેરીની બિસ્માર પેરાફીટ અચાનક તૂટીને ગ્રાઉન્ડફલોર ઉપરની પડતા ભયનો માહોલ સર્જાયો હતો. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા દ્વારા આ બિલ્ડીંગ ઉતારી લેવા કડક કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠી છે.

સુરેન્દ્રનગર શહેરના એંસી ફૂટ રોડ ઉપર રાજગૃહી બિલ્ડીંગ 25થી 30 વર્ષ જૂનું (ભૂકંપ પહેલાનું) છે. ભૂકંપમાં આ બિલ્ડીંગ ભારે ક્ષતિગ્રસ્ત થયુ હતું, પરંતુ વાટા-પ્લાસ્ટર કરીને રીપેરીંગ કરાયું હતું. આ બિલ્ડીંગમાં ભોંયતળીએ 16 દુકાનો અને 1થી 8 માળમાં 48 ફલેટ આવેલા છે. ભૂકંપથી ભારે ક્ષતિગ્રસ્ત થયેલા રાજગૃહી ટાવરનું બિલ્ડીંગ છેલ્લા બે દાયકામાં રહેવા લાયક ન હોય તેવું બિસ્માર બની જતા પાલિકા દ્વારા આ ભયજનક બિલ્ડીંગ ઉતારી લેવા અગાઉ ત્રણ-ત્રણ વાર નોટિસો આપવામાં આવી હતી.

રાજગૃહી ટાવરના રહીશો આ ગંભીર ચેતવણીને સમજ્યા ન હોય તેમ મિટિંગમાં અંદરો અંદર વાંધાઓ કાઢીને બિલ્ડીંગને રિનોવેશનમાં જતા અટકાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર બિલ્ડીંગ ભયજનક હોવાની ચેતવણી આપતો બનાવ બન્યો હતો. જેમાં ફલેટ નં. 201ની ગેલેરીમાંથી પેરાફીટ (પડદી) તૂટીને ગ્રાઉન્ડ ફલોરની દુકાનો ઉપર પડતા અફડાતફડી સાથે ભયની લાગણી ફેલાઇ હતી. સદભાગ્યે કોઇ જાનહાની થઇ નહોતી. આ ક્ષતિગ્રસ્ત બિલ્ડીંગમાં કોઇ વ્યક્તિ દુર્ઘટનાનો ભોગ બનશે તો જવાબદારી કોની હશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

સુરેન્દ્રનગર ખાતે વિવિધ રૂટો પર ટ્રાફિક ડાયવર્ઝનને લગતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version