Deepesh Bhan Passes Away : ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ દિપેશ ભાનનું નિધન, ક્રિકેટ રમતાં-રમતાં પડી ગયા હતા

Photo of author

By rohitbhai parmar

Deepesh Bhan Passes Away : ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ દિપેશ ભાનનું નિધન, ક્રિકેટ રમતાં-રમતાં પડી ગયા હતા

Google News Follow Us Link

Deepesh Bhan Passes Away : 'Bhabhiji Ghar Par Hai' fame Dipesh Bhan passes away, They fell while playing cricket

ટીવી ઈન્ડસ્ટ્રીઝમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. ‘ભાભી જી ઘર પર હૈ‘ના એક્ટરનું નિધન થયું છે. સીરિયલમાં મલ ખાનનો રોલ નિભાવતા દીપેશ ભાન શુક્રવારે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે પડી ગયા હતા, બાદમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.

શોના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે સમાચારની કરી પૃષ્ટિ

શોના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અભિનીતે એક્ટરના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. આ સાથે જ શોના એક્ટર વૈભવ માથુરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમને કહ્યું હતું કે,’હા, તે હવે નથી. હું આના પર કંઈ કહેવા માગતો નથી, કારણ કે કહેવા માટે કંઈ બાકી રહ્યું નથી.’

Deepesh Bhan Passes Away : 'Bhabhiji Ghar Par Hai' fame Dipesh Bhan passes away, They fell while playing cricket

2019માં થયા હતા લગ્ન

શોમાં છોકરીઓને ફ્લર્ટ કરનાર દીપેશ ભાન અસલ જિંદગીમાં પરણિત હતો. તેના લગ્ન 2019માં દિલ્હીમાં થયા હતા. જાન્યુઆરી 2021માં દીપેશ એક બાળકનો પિતા બન્યો હતો.

Deepesh Bhan Passes Away : 'Bhabhiji Ghar Par Hai' fame Dipesh Bhan passes away, They fell while playing cricket

દીપેશે ઘણા શોમાં કામ કર્યું

દીપેશે ‘ ભાભી જી ઘર પર હૈ’ પહેલાં ‘કોમેડી કિંગ કોન’, ‘કોમેડી ક્લબ’, ‘ ભૂતવાલા’, ‘એફઆઈઆર’ સહિત અનેક શોમાં કામ કર્યું છે. 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાલતૂ ઉટપટાંગ ચટપટી કહાની’માં પણ દીપેશે કામ કર્યું છે. આ સાથે જ એક્ટર આમિર ખાન સાથે T-20 વર્લ્ડકપની જાહેરાતમાં પણ કામ કર્યું હતું.

પ્રખ્યાત ગાયક ભૂપિન્દર સિંહનું નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link