દિલ્હી અગ્નિકાંડ : દુર્ઘટનામાં 27ના મોત : પીડિતો માટે પીએમ મોદીએ કરી 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત, ફેક્ટ્રી માલિકની ધરપકડ
દેશની રાજધાનીના પશ્ચિમી વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત ચાર માળની વ્યાપારી બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે આગ લાગવાથી ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને અન્ય 12 લોકો દાઝી ગયા છે.
- દિલ્હીના મુંડકા વિસ્તારની કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી ભયંકર આગ
- 27 લોકોના મૃત્યુ, 12 લોકો ગંભીર ઇજાગ્રસ્ત
દેશની રાજધાનીના પશ્ચિમી વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત ચાર માળની વ્યાપારી બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે આગ લાગવાથી ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને અન્ય 12 લોકો દાઝી ગયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આગ બિલ્ડિંગની પ્રથમ માળથી લાગવાની શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર નિર્માતા કંપનીની ઓફિસ હતી. ધીરે-ધીરે આ આગ બીજા અને ત્રીજી ફ્લોર પર પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે 30 થી વધુ ફાયર એન્જિનોને સેવામાં લગાવવામાં આવી હતી. આ બિલ્ડીંગ પાસે ફાયર વિભાગની એનઓસી નહોતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના મુંડકામાં લાગેલી ભયાનક આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની પણ કામના કરી હતી. PMO દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, PM મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ દ્વારા બે-બે લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલોને 50,000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.
આ ઘટના સાથે સબંધિત મહત્વની જાણકારી
આ ત્રણ માળની બિલ્ડિંગમાં પ્રથમ માળ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ હતી જ્યારે બીજી માળ પર વેર હાઉસ અને ત્રીજા પર લેબ હતી. સૌથી વધારે મોત અત્યાર સુધી બીજી માળ પર થયા હોવાની માહિતી મળી છે. દુર્ઘટના દરમિયાન બીજા ફ્લોર પર મોટિવેશનલ સ્પીચ ચાલી રહી હતી. આ કાર્યક્રમના કારણે ત્યાં વધારે લોકો હાજર હતા.
ભૂમાફિયાઓમાં દોડધામ: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચેકિંગમાં વાહનો સાથે 1 કરોડનો મુદ્દામાલ પકડાયો