Dhrangadhra – ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2023-2024માં ધોરણ-11 (લેટરલ એન્ટ્રી)માં પ્રવેશ માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ
- પ્રવેશ પરીક્ષા માટે વેબસાઈટ www.navodaya.gov.in પરથી અરજી કરી શકાશે
- ધોરણ-11ની પ્રવેશ પરીક્ષા માટે તા.31 મે સુધી અરજી કરી શકાશે
ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, જવાહર નવોદય વિદ્યાલય–ધ્રાંગધ્રામાં વર્ષ 2023-2024 માટે ધોરણ-11(લેટરલ એન્ટ્રી)ની ખાલી પડેલ જગ્યાઓ સંદર્ભે પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો www.navodaya.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી તા.31/05/2023 સુધીમાં કરી શકશે.
ઉમેદવારે જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે તે જિલ્લાની સરકારી/સરકાર માન્ય શાળામાં ધોરણ-10માં શૈક્ષણિક વર્ષ 2022-2023માં અભ્યાસ કર્યો હોવો જોઈએ.અરજી કરવા ઇચ્છુક ઉમેદવારની જન્મ તા.01/06/2006થી તા.31/07/2008 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ.
વિસ્તૃત જાણકારી માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in પરથી મેળવી શકાશે પ્રવેશ પરીક્ષા તા.22/07/2023ના રોજ લેવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:
અરૂણા ડાવરા